નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. આ પછી કેજરીવાલ હવે નીચલી અદાલતોમાં પોતાનો પક્ષ રજૂ કરશે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણી દરમિયાન EDએ સુપ્રીમ કોર્ટમાં પોતાની કેવિયેટ અરજી દાખલ કરી હતી. ઇડીએ કહ્યું હતું કે કોઇપણ નિર્ણય આપતા પહેલા અમારું પણ સાંભળવું જોઇએ. ED ઓફિસની નજીક કલમ 144 લાગુ કરવામાં આવી છે. ED પુરાવા રજૂ કરવાનો દાવો કરી રહી હતી.
અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી, કેજરીવાલ નીચલી કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે - KEJRIWAL ARREST
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. આ પછી કેજરીવાલ હવે નીચલી અદાલતોમાં પોતાના વિચારો રજૂ કરશે.
Published : Mar 22, 2024, 11:59 AM IST
|Updated : Mar 22, 2024, 1:06 PM IST
બીજી તરફ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. ED આ કેસમાં આજે કેજરીવાલને રજૂ કરશે અને કસ્ટડીની માંગ કરી શકે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીમાં થઈ રહેલા વિરોધને જોતા ED કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે 21 માર્ચ (ગુરુવારે) અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી રક્ષણ ન મળતાં EDએ બે કલાકની પૂછપરછ બાદ મોડી સાંજે તેમની ધરપકડ કરી હતી. આજે જ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ આ કેસમાં રજૂ કરવામાં આવશે, મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી છે.