ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ધ સાબરમતી રિપોર્ટ' સ્ક્રિનિંગઃ PM નરેન્દ્ર મોદી ફિલ્મ જોઈને ભાવુક થયા, વિક્રાંત મેસીએ તેને પોતાની કારકિર્દીનો 'Highest Point' ગણાવ્યો - THE SABARMATI REPORT

વડાપ્રધાન મોદીએ સોમવારે સંસદમાં ફિલ્મના કલાકારો સાથે 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળ્યો હતો. વિક્રાંત મેસીએ પીએમ સાથે ફિલ્મ જોવાનો પોતાનો અનુભવ શેર કર્યો.

સાબરમતી રિપોર્ટ જોઈ રહેલા પીએમ મોદી અને અન્ય રાજકારણીઓ
સાબરમતી રિપોર્ટ જોઈ રહેલા પીએમ મોદી અને અન્ય રાજકારણીઓ (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 10:46 AM IST

નવી દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં આવેલા સંસદ ભવનના બાલયોગી સભાગૃહમાં આયોજિત સાબરમતી રિપોર્ટના સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી. સ્ક્રિનિંગમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય સાંસદો પણ હાજર હતા. તેમની અને રાજકારણીઓની સાથે ફિલ્મ કલાકારો પણ જોડાયા હતા. આ દરમિયાન, ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગમાં હાજરી આપવાને તેમની કારકિર્દીનો સર્વોચ્ચ બિંદુ ગણાવ્યો છે.

સ્ક્રીનિંગ પછી, પીએમ મોદીએ X (અગાઉ ટ્વિટર) પર થિયેટર્સની અંદરની કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, NDAના સાથી સાંસદો સાથે 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રીનિંગમાં હાજરી આપી. હું ફિલ્મના નિર્માતાઓના પ્રયાસોની પ્રશંસા કરું છું.

સાબરમતી રિપોર્ટ જોઈ રહેલા પીએમ મોદી અને અન્ય રાજકારણીઓ (ANI)

હું તેને શબ્દોમાં નથી કહી શકતો-વિક્રાંત મેસી

સ્ક્રીનિંગ પછી વિક્રાંતે મીડિયા સાથે પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, 'મેં વડાપ્રધાન, તમામ કેબિનેટ મંત્રીઓ અને ઘણા સાંસદો સાથે ફિલ્મ જોઈ. તે એક ખાસ અનુભવ હતો. હું હજી પણ તેને શબ્દોમાં સમજાવી શકતો નથી કારણ કે મને લાગે છે કે તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. આ મારી કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણ છે, જ્યારે મને વડાપ્રધાન સાથે મારી ફિલ્મ જોવાનો મોકો મળ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી સ્ક્રીનિંગ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. સ્ક્રિનિંગમાં બોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં મશહૂર અભિનેતા જીતેન્દ્ર પણ સામેલ હતા.

સાબરમતી રિપોર્ટ ટીમ (ANI)

હું પીએમ મોદીજીનો હંમેશા આભારી રહીશ - વિક્રાંત મેસી

આ સિવાય વિક્રાંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ધ સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગની તસવીરો શેર કરી છે. અને કેપ્શનમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે, 'આ દિવસ મારા બાકીના જીવન માટે યાદ રાખવા જેવો છે. અમારી ફિલ્મ જોવા માટે સમય કાઢીને આવવા બદલ હું હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભારી રહીશ. તમારા વખાણના શબ્દો ક્યારેય ભૂલાશે નહીં.'

પીએમ મોદી એનડીએના સાથીદારો સાથે (ANI)

વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં લાગેલી આગની દુ:ખદ ઘટના પર આધારિત છે. X પર એક પોસ્ટના જવાબમાં લખ્યું, જેમાં ફિલ્મનું ટ્રેલર શેર કરવામાં આવ્યું હતું, પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, 'ખૂબ સારું. સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ સામાન્ય લોકો જોઈ શકે તે રીતે. નકલી વાર્તા ફક્ત મર્યાદિત સમય માટે જ ટકી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે.

2002ની ગોધરા ઘટના તરફ સૌનું ધ્યાન ખેંચનારી આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલાથી જ ઘણું ધ્યાન ખેંચી ચુકી છે, વડાપ્રધાન મોદીએ સત્યને ઉજાગર કરવા માટે જાહેરમાં તેની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો:

  1. PM નરેન્દ્ર મોદીએ સંસદમાં જોઈ 'ધ સાબરમતી રિપોર્ટ' ગોધરાકાંડ પર આધારિત છે આ ફિલ્મ

ABOUT THE AUTHOR

...view details