ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Afghanistan Plane crashes : અફઘાનિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન ભારતનું નથી : DGCA - Tolo News

અફઘાનિસ્તાનમાં વિમાન દુર્ઘટના મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં જે દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે ભારતીય નથી. અગાઉ એવી અફવા હતી કે આ વિસ્તારમાં ભારતીય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પરંતુ તે મોરોક્કોમાં નોંધાયેલું એક નાનું વિમાન હતું.

અફઘાનિસ્તાનમાં વિમાન દુર્ઘટના
અફઘાનિસ્તાનમાં વિમાન દુર્ઘટના

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2024, 4:58 PM IST

નવી દિલ્હી :બદખ્શાં પ્રાંતના કુરાન-મુંજન અને જિબક જિલ્લા પાસેના તોપખાના પર્વતોમાં મોરોક્કોમાં રજિસ્ટર્ડ DF-10 એરક્રાફ્ટ રવિવારના રોજ સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અફઘાનિસ્તાન સ્થિત ન્યૂઝ પોર્ટલ ટોલો ન્યૂઝે અગાઉ દાવો કર્યો હતો કે, દુર્ભાગ્યપૂર્ણ વિમાન ભારતીય પેસેન્જર ફ્લાઈટ હતી. જોકે દેશમાં ફ્લાઇટ સેવાઓના સર્વોચ્ચ નિયમનકાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના (DGCA) એક અધિકારીએ પુષ્ટિ કરી કે તે ભારતીય વિમાન નથી.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી છે કે, આ વિમાન થાઈલેન્ડથી મોસ્કો જઈ રહેલી એર એમ્બ્યુલન્સ હતી. આ વિમાને ભારતમાં બિહારના ગયા એરપોર્ટ પર ઇંધણ ભર્યું હતું. અફઘાનિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન ભારતીય શિડ્યુલ્ડ એરક્રાફ્ટ અથવા નોન-શિડ્યુલ્ડ (NSOP) કે ચાર્ટર વિમાન નહોતું. આ મોરોક્કોમાં નોંધાયેલ એક નાનું વિમાન હતું, તેની પુષ્ટિ કરવામાં આવી હતી.

DGCA ના અધિકારીએ જણાવ્યું હતું કે, બદખ્શાં પ્રાંતના કુરાન-મુંજન અને જિબક જિલ્લાની પાસેના તોપખાના પર્વતોમાં જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તે મોરોક્કોમાં રજિસ્ટર્ડ DF-10 વિમાન હતું. અમને એર ટ્રાફિક કંટ્રોલ અને અન્ય એવિએશન બોડી તરફથી દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફ્ટ અંગે પુષ્ટિ મળી છે. તેની ઓળખ મોરોક્કન રજિસ્ટર્ડ DF-10 એરક્રાફ્ટ તરીકે કરવામાં આવી છે.

ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર પ્લેન બદખ્શાંમાં કુરાન-મુંજન અને જિબક જિલ્લા તેમજ તોપખાના પર્વતોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળેલી માહિતી ટાંકીને અફઘાન પોર્ટલે જણાવ્યું હતું કે વિમાન રવિવારના રોજ વહેલી સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

પ્રાંતીય સરકારના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વી અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચીન, તાજિકિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આવેલા બદખ્શાં પ્રાંતમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, પરંતુ દુર્ઘટનાનું ચોક્કસ સ્થાન જાણી શકાયું નથી.

પ્રાંતીય માહિતી વિભાગના વડા ઝબીહુલ્લા અમીરીએ વધુ વિગતો આપ્યા વિના એએફપીને જણાવ્યું હતું કે, પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું પરંતુ સ્થળ હજુ જાણી શકાયું નથી. અમે ટીમ મોકલી છે પરંતુ તેઓ હજુ પહોંચી નથી. અમને સવારે સ્થાનિક લોકોએ જાણ કરી હતી.

DGCA અધિકારીએ પુષ્ટિ કરી છે કે તે ભારતીય વિમાન નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના (DGCA) વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બદખ્શાં પ્રાંતના કુરાન-મુંજન અને જિબક જિલ્લાની પાસેના તોપખાના પર્વતોમાં જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન મોરોક્કોમાં રજીસ્ટર્ડ ડીએફ 10 વિમાન હતું. ટોલો ન્યૂઝે આપેલી ખોટી માહિતી ધરાવતું પ્રથમ ટ્વિટ દૂર કરવામાં આવી રહ્યું છે.

  1. Ayodhya flight : પ્રથમ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ શરૂ, અયોધ્યાને બેંગલુરુ અને કોલકાતાથી જોડશે
  2. Utkal Express: ઉત્કલ એક્સપ્રેસની ટક્કરથી 4 લોકોના કરૂણ મોત, રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થયો અકસ્માત

ABOUT THE AUTHOR

...view details