નવી દિલ્હી:નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટમાં લોકોની નજર મોટાભાગે ટેક્સ મુક્તિ પર છે. આ વખતે પણ કરદાતા બજેટમાં ટેક્સમાં છૂટની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો.
આ દેશોના લોકો સરકારને કોઈ ટેક્સ ચૂકવતા નથી. હવે તમે વિચારતા હશો કે જો આ દેશોમાં ટેક્સ નથી તો સરકાર કેવી રીતે ચાલે છે, તો ચાલો હવે તમને જણાવીએ કે, કયા દેશોમાં ટેક્સ નથી લાગતો અને ત્યાં સરકાર કેવી રીતે ચાલે છે.
સંયુક્ત આરબ અમીરાત:આ દેશોની યાદીમાં યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)નું નામ પ્રથમ આવે છે. અહીં દેશમાં જનતા પાસેથી કોઈપણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ લેવામાં આવતો નથી. અહીંની સરકાર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) અને અન્ય શુલ્ક જેવા પરોક્ષ કર પર નિર્ભર છે. UAE સરકાર લોકો પાસેથી આવકવેરાનો એક પણ રૂપિયો વસૂલતી નથી.
બહરીન: બહરીનમાં પણ જનતા પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. અહીંની સરકાર પણ દુબઈની જેમ પ્રત્યક્ષ કરને બદલે પરોક્ષ કર અને અન્ય શુલ્ક પર નિર્ભર છે. એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિ દેશના નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે ખૂબ જ અનુકૂળ છે અને તે અર્થતંત્રને પણ વેગ આપે છે.