બેંગલુરુ:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે જણાવ્યું હતું કે, સ્પેસ ડોકિંગ પ્રયોગ કરવા માટે લોન્ચ કરાયેલા 2 ઉપગ્રહોને પરીક્ષણ તરીકે 3 મીટરના અંતરે લાવવામાં આવ્યા હતા અને પછી સુરક્ષિત રીતે પાછા લઈ જવામાં આવ્યા હતા.
સ્પેસ એજન્સીનું કહેવું છે કે, 'ડોકિંગ' પ્રક્રિયા ડેટાના વિસ્તૃત વિશ્લેષણ પછી પૂરી કરવામાં આવશે. ઈસરોએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, પહેલા 15 મીટર અને ફરી 3 મીટર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સ્પે સશીપને સુરક્ષિત અંતર પર પાછું લાવવામાં આવી રહ્યું છે.
'સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ' (SPADEX) પ્રોજેક્ટ પહેલાથી જ 7 અને 9 જાન્યુઆરીએ 'ડોકિંગ' પ્રયોગો માટે 2 સમયમર્યાદાને ચૂકી ગયો છે. ઈસરોએ 30 ડિસેમ્બરે સ્પેસડેક્સ મિશનને સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યું હતું. શ્રીહરીકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી PSLV C60 રોકેટ દ્વારા 2 ઉપગ્રહો, સ્પેસક્રાફ્ટ A (SDX01) અને સ્પેસક્રાફ્ટ B (SDX02)ને લોન્ચ કરવામાં આવ્યા હતા.