નવી દિલ્હી: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. તેમણે કેદારનાથ ધામમાં સોનાની ચોરીને લઈને ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઉપરાત તેમણે દિલ્હીમાં બનનારા કેદારનાથ મંદિરને લઈને પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, કેદારનાથ ધામમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? ત્યાં કૌભાંડ બાદ દિલ્હીમાં કેદારનાથ બનશે? અને પછી બીજું કૌભાંડ થશે. કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ છે. પરંતુ આજદિન સુધી તપાસ શરૂ કરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? હવે તેઓ કહી રહ્યા છે કે દિલ્હીમાં કેદારનાથ બનશે, આવું ન થઈ શકે.
કેદારનાથમાંથી ગાયબ થયેલા 228 કિલો સોનાનો આજ સુધી કોઈ પત્તો નહીં: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ - swami avimukteshwaranand - SWAMI AVIMUKTESHWARANAND
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો છે કે કેદારનાથ મંદિરમાં સોનાનું કૌભાંડ થયું છે. તેમણે કહ્યું કે, કેદારનાથ ધામ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ થયું છે જેનો આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. એટલું જ નહીં તેમણે દિલ્હીમાં નિર્માણ પામી રહેલા કેદારનાથ મંદિરને લઈને પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. Delhi Kedarnath temple Controversy
Published : Jul 16, 2024, 7:35 AM IST
દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને શું છે વિવાદઃ વાસ્તવમાં દિલ્હીના બુરારીમાં કેદારનાથ ધામ જેવું ભવ્ય મંદિર બની રહ્યું છે, જેના કાર્યક્રમમાં હાલમાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ભાગ લીધો હતો, ત્યારથી આ વિવાદ વધી ગયો છે અને આ હાલ આ વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે.
મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસની સાથે પાંડા સમુદાય પણ દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણનો વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. જ્યારે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ દિલ્હીના કેદારનાથ ધામ મંદિરને ખોટું ગણાવ્યું છે અને તેના પર નારાજગી વ્યક્ત કરી છે.