નવી દિલ્હી :દક્ષિણ ગાઝા શહેર રફાહના એક વિસ્તારમાં ઇઝરાયેલની હવાઈ હુમલામાં 45 લોકોના મોત થયા છે. આ સાથે અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર 'ઓલ આઈઝ ઓન રાફા' હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્નીએ પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં પોસ્ટ કરી અને પછી તેને ડિલીટ કરી દીધી. પરંતુ તે પછી રિતિકા ભારે ટ્રોલ થઈ હતી.
ગાઝાના સમર્થનમાં આવ્યા સેલેબ્સ :તમને જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિન્હાથી લઈને સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સુધીના ઘણા ભારતીય સેલેબ્સ ગાઝાના સમર્થનમાં સામે આવ્યા છે. તે જ સમયે રિતિકા સજદેહની પોસ્ટ પછી તેનું નામ આજે થોડા સમય માટે X પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. કાશ્મીર પંડિતો અને ભારતના અન્ય મુદ્દાઓ પર ન બોલવાને કારણે લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ પછી જ તેણે ઈન્સ્ટાગ્રામ પરથી તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
રિતિકા થઈ ટ્રોલ :એક યુઝરે લખ્યું કે, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહને મળો. શું તેણે ક્યારેય કાશ્મીરી પંડિતો વિશે વાત કરી છે ? શું તેણે ક્યારેય ભારતમાં કોઈ ચોક્કસ સમુદાય દ્વારા કરવામાં આવી રહેલી હિંસા વિશે વાત કરી છે. શું તેણે ક્યારેય પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે તેના માટે અવાજ ઉઠાવ્યો હતો ? ના.