ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'અમે ખૂબ તણાવમાં છીએ, તમને મળવા માંગીએ છીએ', આરજી કાર પીડિતાના માતા-પિતાએ અમિત શાહને લખ્યો ઈ-મેલ

આરજી કાર હોસ્પિટલ પીડિતાના માતાપિતાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે ઈ-મેલ કરી સમય માંગ્યો છે.

આરજી કાર પીડિતાના માતા-પિતાએ અમિત શાહને મોકલ્યો ઈમેલ
આરજી કાર પીડિતાના માતા-પિતાએ અમિત શાહને મોકલ્યો ઈમેલ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસને લઈને વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો છે. તેમણે આ અંગે અમિત શાહને ઈ-મેલ મોકલીને મળવા માટે વિનંતી કરી છે.

પીડિતાના માતા-પિતાએ ઈ-મેલ દ્વારા કહ્યું છે કે, "મારી પુત્રી સાથે જે થયું તે પછી અમે હજુ પણ માનસિક રીતે સ્વસ્થ થયા નથી. અમે ઘણા તણાવમાં છીએ. તેથી જ અમે તમને મળવા માંગીએ છીએ."

સમગ્ર સમાજને ચોંકાવનારી ઘટના: 9 ઓગસ્ટના રોજ સમગ્ર સમાજને ચોંકાવનારી કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ઘટના બની હતી, જ્યાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટરનો કાર્યસ્થળ પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પીડિતા માટે ન્યાયની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

જુનિયર ડોકટરોનું આંદોલન હજુ પણ ચાલુ:આ સમગ્ર મુદ્દે જુનિયર ડૉક્ટરોનું આંદોલન હજુ પણ ચાલુ છે. 17 દિવસ બાદ તેમણે સોમવારે જ પોતાની ભૂખ હડતાલ સમાપ્ત કરી દીધી હતી. તેમની સાથે વરિષ્ઠ ડોકટરો પણ સાથ આપી રહયા છે. ઉપરાંત કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ અપરાધની તપાસ કરી રહી છે. આ દરમિયાન એક પ્રશ્ન વિવિધ સ્થળોએ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે કે, "પીડિત યુવતીને ન્યાય મળવામાં કેટલો સમય લાગશે."

"હું તમારી સાથે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરવા માંગુ છું": આ દરમિયાન પીડિત ડૉક્ટરના પરિવારે કેન્દ્રીય ગૃહમંત્રીને એક ઈ-મેલ મોકલીને તેમને વ્યક્તિગત રીતે મળવા વિનંતી કરી છે. પીડિતાના પિતાએ ઈ-મેલમાં લખ્યું છે કે, "હું તમારી સાથે અમારી વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરવા માંગુ છું. તમે મને જ્યાં પણ કહેશો ત્યાં હું અને મારી પત્ની આવી જઈશું. જો તમે અમને વાત કરવાની તક આપશો તો હું તમારી સાથે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરવા માંગુ છું. હું આ બદલ આભારી રહીશ અને મને ખાતરી છે કે તમારો અનુભવ અને માર્ગદર્શન અમૂલ્ય હશે."

પરિવાર જુનિયર ડૉક્ટરોની સાથે ભૂખ હડતાળ પર ઉતર્યો: અગાઉ પીડિતાના પરિવારે ધર્મતલામાં જુનિયર ડોકટરોની સાથે ભૂખ હડતાલ કરી હતી અને તેમને હડતાળને પાછી ખેંચવાની વિનંતી કરી હતી. પીડિતાના પિતાએ કહ્યું હતું કે, "આજે આખો દેશ મારી પુત્રી માટે ન્યાય માટે રસ્તા પર છે. મારા બાળકો (જુનિયર ડૉક્ટરો) ભૂખ હડતાળ પર છે. હું ચૂપ રહી શકતો નથી. હું તેમને ભૂખ હડતાલ સમાપ્ત કરવા વિનંતી કરું છું. પરંતુ ન્યાય માટે તેમના આંદોલને અમે સમર્થન કરીશું." તેમની વિનંતીને માન આપીને જુનિયર ડૉકટરોએ આખરે સોમવારે મોડી રાત્રે ભૂખ હડતાળ પાછી ખેંચી હતી.

આ પણ વાંચો:

  1. BSNLની નવી શરૂઆત! લોગો અને સ્લોગન બદલ્યા, 7 નવી સેવાઓ કરી શરૂ જાણો...
  2. લોરેન્સ બિશ્નોઈ વિધાનસભા ચૂંટણી મેદાનમાં? આ પક્ષ દ્વારા કરવામાં આવી ઓફર; ભગતસિંહ સાથે સરખામણી કરી

ABOUT THE AUTHOR

...view details