નવી દિલ્હી : આજે તમામ ભારતીયો 75 માં ગણતંત્ર દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આ અવસર પર ભારતીય ક્રિકેટરોએ સમગ્ર દેશને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેના પ્રશંસકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે સૂર્યકુમાર યાદવે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. આ અવસર પર BCCIએ પણ પોસ્ટ કરીને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી.
સચિન તેંડુલકર :સચિન તેંદુલકરે દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠતા X પર પોસ્ટ કરીને લખ્યું કે, આજે આપણે પ્રજાસત્તાક તરીકે 74 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ. આપણે દર વર્ષે વધુ સમૃદ્ધ બનીએ અને પ્રગતિ કરીએ. તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. સચિન તેંડુલકર હાલમાં જ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોવા મળ્યા હતા.
સૂર્યકુમાર યાદવ :સૂર્યકુમાર યાદવે પણ ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવતા એક પોસ્ટ કરીને લખ્યું કે, આ ખૂબ જ અદ્ભુત લાગણી છે. આપ સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ. ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે. નોંધનીય છે કે સૂર્યકુમાર યાદવને ડિસેમ્બર 2023 માં દક્ષિણ આફ્રિકામાં ફિલ્ડિંગ કરતી વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ તેની સર્જરી કરવામાં આવી હતી.
અજિંક્ય રહાણે : આ અવસર પર અજિંક્ય રહાણેએ પણ X પર પોસ્ટ કરીને લખ્યું કે, આપણે એ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જેણે આ મહાન રાષ્ટ્રનો પાયો અને રૂપરેખા તૈયાર કરી. આપ સૌને પણ ગણતંત્ર દિવસની શુભકામનાઓ. રહાણે હાલ ટીમ ઈન્ડિયાની બહાર છે. રણજી ટ્રોફી 2024 માં તે કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.
આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને વસીમ અકરમે પણ તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.
- President Medal: 1132 જવાનોને વીરતા પુરસ્કારની જાહેરાત, ગુજરાતના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય પુરસ્કાર
- 75th Republic Day 2024: આજે દેશનો 75મો ગણતંત્ર દિવસ, કર્તવ્ય પથ પર દેખાશે ભારતનું શૌર્ય