મુંબઈ:મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમયાંતરે MAHSR (મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર) સાઈટની મુલાકાત લેતા રહે છે. ત્યારે ફરી એક વખત તેમણે એડિશનલ ડ્રાઈવન ઈન્ટરમીડિયેટ ટનલના કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, "હું અંદરથી ટનલનું નિરીક્ષણ કર્યા પછી જ આવ્યો છું. ટનલમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ટનલનું કામ સારી ગતિએ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ પર 340 કિલોમીટરમાં હાઈસ્પીડ રેલ રૂટનું કામ ચાલી રહ્યું છે નદીઓ પરના પુલનું કામ પણ ચાલુ છે. જાપાનના લોકોએ પણ તેનું નિરીક્ષણ કર્યું છે અને તેમણે પણ આ કામથી સંતોષ વ્યક્ત કર્યો છે.