પંચકુલાઃકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે હરિયાણાના પ્રવાસે હતા. તેમણે પંચકુલા સેક્ટર-5 ઈન્દ્રધનુષ ઓડિટોરિયમ ખાતે બંધારણ સન્માન સંમેલનમાં હાજરી આપી હતી. લોકોને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધી સભાગૃહની બહાર આવ્યા અને યુવાનો સાથે ટેમ્પોમાં સવાર થઈ ગયા. રાહુલે ટેમ્પો પર હાજર યુવાનો સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે જો કોંગ્રેસની સરકાર બનશે તો અગ્નિવીર યોજનાને નાબૂદ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ જાહેર કર્યો વીડિયોઃરાહુલ ગાંધીએ ટેમ્પોમાં સવાર થઈને યુવાનો સાથે કરેલી વાતચીતનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધી યુવાનો સાથે વાત કરતા જોવા મળે છે. રાહુલ ગાંધી યુવાનોને કહી રહ્યા છે કે, 'તેમનામાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં તફાવત, પીએમ મોદીનો ટેમ્પો અદાણી માટે ચાલે છે, જ્યારે તેમનો ટેમ્પો યુવાનો અને અગ્નિવીર માટે ચાલે છે. વીડિયોમાં યુવક રાહુલ ગાંધી સાથે બેરોજગારી પર વાત કરતો જોવા મળી રહ્યો છે.
યુવાનો સાથે મુલાકાતઃ સભાગૃહમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધી ટેમ્પોમાં સવાર થઈને યુવાનો સાથે વાત કરતા દોઢથી બે કિલોમીટર સુધી ગયા હતા. આ દરમિયાન યુવાનોએ રાહુલ ગાંધી સાથે રોજગાર અંગેની તેમની ચિંતાઓ શેર કરી હતી. એક યુવકે રાહુલ ગાંધીને વચન આપ્યું હતું કે, દરેક અગ્નવીર તેમની સાથે ઉભો છે. રાહુલ ગાંધીને સભાગૃહમાંથી બહાર આવતા અને ટ્રક ટેમ્પોમાં ચડતા જોઈ તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓ પણ સતર્ક થઈ ગયા હતા. સુરક્ષા જવાનોએ તરત જ ટ્રક-ટેમ્પોને ચારે બાજુથી ઘેરી લીધો અને રાહુલ ગાંધીના અન્ય સમર્થકો અને પાર્ટીના કાર્યકરો પણ ટ્રક-ટેમ્પોની સાથે ચાલ્યા ગયા.
રાહુલે કોંગ્રેસની ત્રણ પ્રાથમિકતાઓ જણાવી: અગાઉ તેમના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ બંધારણ (લાલ કિતાબ) બતાવ્યું અને કહ્યું કે, 'દેશના દરેક ક્ષેત્રમાં દરેકની ભાગીદારી હોવી જોઈએ. આ સિવાય તેમણે કોંગ્રેસની સરકારની પ્રથમ ત્રણ પ્રાથમિકતાઓ જણાવી. જેમાં જાતિ ગણતરી, સંસ્થાકીય સર્વેક્ષણ અને આર્થિક નાણાકીય સર્વેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, જ્યારે તેમનો રિપોર્ટ આવશે ત્યારે આપોઆપ ખબર પડી જશે કે દેશમાં દરેકની સ્થિતિ શું છે.
- અરવિંદ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે દિલ્હી પોલીસ, સ્વાતિ માલીવાલ પર હુમલાનો કેસ - SWATI MALIWAL ASSAULT CASE
- કલકત્તા હાઈકોર્ટનો સપાટોઃ બંગાળમાં 5 લાખ OBC પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ કર્યો - calcutta high court