ગુજરાત

gujarat

ETV Bharat / bharat

GSTનો નવો સ્લેબ લાવીને વલૂસી કરવાની તૈયારીમાં સરકાર, રાહુલ ગાંધીનો કેન્દ્ર પર આરોપ - CORPORATE TAX

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સરકાર GSTનો નવો સ્લેબ લાવીને વધુ વસૂલાતની તૈયારી કરી રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2024, 7:43 PM IST

નવી દિલ્હી:લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે, સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો નવો સ્લેબ રજૂ કરીને વધુ વસૂલી કરવાની તૈયારી કરી રહી છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ અન્યાયનો સખત વિરોધ કરશે. આ અંગે રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, ધનિકોને છૂટ અને સામાન્ય લોકોને લૂંટવાનું વધુ એક ઉદાહરણ જુઓ. એક તરફ, કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે. બીજી તરફ મોદી સરકાર ગબ્બર સિંહ ટેક્સમાંથી વધુ વસૂલવાની તૈયારી કરી રહી છે.

તેમણે કહ્યું, "સાંભળવામાં આવી રહ્યું છે કે GSTમાંથી સતત વધી રહેલા કલેક્શન વચ્ચે સરકાર એક નવો ટેક્સ સ્લેબ લાવવા જઈ રહી છે - તમને જોઈતી વસ્તુઓ પર GST વધારવાની યોજના છે."

રાહુલ ગાંધીએ કહ્યું, "જરા વિચારો - અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લોકો ક્યારથી એક-એક રૂપિયો બચાવીને પૈસા ભેગા કરી રહ્યા હશે અને આ દરમિયાન સરકાર 1500 રૂપિયાથી વધુના કપડાં પરનો GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવા જઈ રહી છે.

કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, "આ એક ઘોર અન્યાય છે - અબજોપતિઓને ટેક્સમાં છૂટ આપવા અને તેમની મોટી લોન માફ કરવા માટે ટેક્સ સિસ્ટમ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના મહેનતથી કમાયેલા પૈસા લૂંટવામાં આવી રહ્યા છે."

તેમણે કહ્યું, "અમારી લડાઈ આ અન્યાય સામે છે. અમે સામાન્ય લોકો પર ટેક્સના બોજ સામે મજબૂત અવાજ ઉઠાવીશું અને આ લૂંટને રોકવા માટે સરકાર પર દબાણ કરીશું."

આ પણ વાંચો:

  1. રાજનાથ સિંહ રશિયાની 3 દિવસની મુલાકાતે જશે, 21મી આંતર-સરકારી આયોગની બેઠકમાં ભાગ લેશે
  2. અમેરિકાની સંસદમાં ગાજી ભોપાલ ગેસ દુર્ઘટના, પીડિતોને પૂરતા વળતરની માંગ કરાઈ

ABOUT THE AUTHOR

...view details