નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે તેમના આફ્રિકાના ત્રણ દેશોના એક સપ્તાહ માટેના પ્રવાસના પહેલા ચરણ તરીકે દિલ્હીથી અલ્જેરિયા જવા માટે રવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ તેમના એક સપ્તાહની આ યાત્રા દરમિયાન અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવી દેશની મુલાકાત લેશે.
તમને જણાવી દઈએ કે, આ ભારતના રાષ્ટ્રપતિની ત્રણ આફ્રીકન દેશની મુલાકાત લેવાની પહેલી ઘટના હશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠક પણ કરશે અને ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13 થી 19 ઓક્ટોમ્બર સુધી અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવી જેવા ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત પર રહેશે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં જાહેર કરવા આવી હતી જેમાં જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવીની સરકારી મુલાકાતે જશે. આ દેશોની કોઈ ભારતીય રાષ્ટ્રપ્રમુખની આ પ્રથમ મુલાકાત હશે. રાષ્ટ્રપતિ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે અને NRI સાથે વાતચીત કરશે.'
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ રાષ્ટ્રપતિના પ્રસ્થાન વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ 13 ઓક્ટોબરના રોજ અલ્જેરિયા પહોંચશે જ્યાં તેઓ તેમના રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળના એક મહિના બાદ અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાદજીદ તેબ્બુને સાથે મુલાકાત કરશે.
તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ 13 ઓક્ટોબરે ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં ભાગ લેશે. 14 ઑક્ટોબરે તેઓ મકમ ઇચાહિદ મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. તમને જણાવી દઈએ કે, આ જગ્યા અલ્જેરિયાની સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા લોકોના સન્માનમાં બનાવવામાં આવી હતી.
ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ટેબ્બુન સાથે પણ બેઠક કરશે. તે પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે અને તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. આજ દિવસે તેઓ અલ્જેરિયા-ઈન્ડિયા ઈકોનોમિક ફોરમને પણ સંબોધિત કરશે.
આ પણ વાંચો:
- રામલીલામાં 'કુંભકર્ણ'નું હાર્ટ એટેકથી મોત, ભૂમિકા ભજવતી વખતે આવ્યો સ્ટ્રોક
- મુંબઈઃ બાબા સિદ્દીકી હત્યા કેસ, લોરેન્સ ગેંગની સંડોવણીની શંકા, આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે