PM મોદીએ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ધાટન કર્યુ (Etv Bharat Gujarat) ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે PM મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે મહાત્મા મંદિર ખાતે એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં તેમણે બદલતા ભારતની તસ્વીર રજૂ કરી હતી. ગત મંત્રી મંડળમાં કોલસા વિભાગના મંત્રી પ્રહલાદ જોશી હાલમાં રીન્યુએબલ એનર્જી મંત્રી બન્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, શ્વેત ક્રાંતિ અને મધ ક્રાંતિની ભૂમિ ગુજરાતમાં ઉર્જા ક્રાંતિના મંડાણ થયા છે.
સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત: PM નરેન્દ્ર મોદીએ રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે જઇને મુલાકાત કરી હતી. PM મોદી ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીના મકાનમાં મુલાકાત કરી હતી. મકાનના છત પર લાગેલી સોલાર પેનલ નિહાળી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. PMએ લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. PM સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને સબસીડી મળે છે.
ભારતમાં 700 મિલિયન ઘર બનાવવાનો લક્ષ્યાંક:રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, રિ ઇન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી એડિશન છે. માનવતાની ભાવના આપણે એકબીજા પાસેથી શીખી શકીએ છીએ. આ સરકારને ભારતની પ્રજાએ ત્રીજી ટર્મ આપી છે. આ સેક્ટરમાં 10 વર્ષમાં જે પાંખ લાગી છે. એ હવે નવી ઊડાન ભરશે. 140 કરોડ ભારતીયોએ ભારતને ત્રીજી ઇકોનોમી બનાવવાનો સંકલ્પ કર્યો છે. વિક્સિત ભારત 2047 બનાવવાનો છે. એ પૈકીનો હિસ્સો આ ઇવેન્ટ છે. અમે ભારતમાં 700 મિલિયન ઘર બનાવી રહ્યા છીએ. દુનિયાના કેટલાય દેશોની વસ્તી કરતા આ ઘરની સંખ્યા વધારે છે. 4 કરોડ ઘર બનાવી લીધા છે અને બાકીના 3 કરોડ ઘર બનાવવાની શરૂઆત કરી છે.
દેશમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે: તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવી રહ્યા છે. છેલ્લા 100 દિવસમાં 15 થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે, વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે. જેમાં 700 કરોડથી વધારે રકમનો ખર્ચ કરાશે. ભારતની વિવિધતા, કેપેસિટી, પોટેન્શિયલ, પર્ફોમન્સ અનન્ય છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન. દુનિયાને પણ લાગે છે કે ભારત 21 મી સદીની ફિન્ટેક ફેસ્ટ છે. શ્વેત ક્રાંતિની જે ધરતી પર શરૂઆત થઈ, સૂર્યક્રાંતિ એ ધરતી પર આ કાર્યક્રમનું આયોજન થયું છે. દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ મુદ્દો નહોતો ત્યારે જ મહાત્મા ગાંધીએ ક્લાઈમેટ ચેન્જ અંગે લોકોને ચેતવ્યા હતા.
PM સૂર્યોદય મફત વીજળી યોજના હેઠળ લોકોએ લાભ લીધો: PM મોદીએ જણાવ્યું કે, ગ્રીન ફ્યુચર ભારતની જરૂર છે. ટોપ પર પહોંચવાનો ઇરાદો નથી. પણ ટોપ પર ટકી રહેવાનો ઇરાદો છે. વિકસિત ભારત બનાવવા માટે જરૂરિયાત શું છે ? સોલર પાવર, ન્યુક્લિયર પાવર, વિન્ડ પાવરને આધારે ભારતને ભવિષ્યમાં વધારે મજબૂત બનાવવાનું છે. 2030 સુધી 500 ગીગા વોટ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવા ઘણા મુદ્દા પર એકસાથે કામ કરી રહ્યા છે. અત્યાર સુધી PM સૂર્યોદય મફત વીજળી યોજના હેઠળ 13 મિલિયન લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ સ્કીમને કારણે વીજળીની સાથે સાથે રોજગારી સર્જન અને પર્યાવરણીય સુરક્ષા માટે મહત્વની છે. 2 મિલિયન રોજગારીનું સર્જન થશે. 50 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડનું એમિશન પણ રોકાશે.
70 સિટીને સોલર સિટી તરીકે વિકસાવાશે: આ ઉપરાંત PM મોદીએ જણાવ્યું કે, મોઢેરા નામનું એક ગામ છે જ્યાં વર્ષો જૂનું સૂર્ય મંદિર છે અને ભારતનું પહેલું સોલર ગામ છે. તેની જેમ જ અયોધ્યાનું મોડલ સોલર સિટી બનાવાશે. જેનું કામ પૂરું થવા આવ્યું છે. 70 સિટીની ઓળખ કરવામાં આવી છે. જેને સોલર સિટી તરીકે વિકસાવવામાં આવશે. ભારતમાં 20 હજાર કરોડ રૂપિયાનું ગ્રીન હાઈડ્રોજન મિશન લોન્ચ કર્યું છે. રીયુઝ પ્લાસ્ટિક ટેક્નોલોજી વિકસાવાશે. દોઢ કરોડ લોકો ટ્રેનમાં રોજ મુસાફરી કરે છે. એ રેલવેને નેટ ઝીરો બનાવીશું. 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ટાર્ગેટ પૂરો કરીશું. મેન્યુઅલ ફેક્ચરીંગમાં ઘણી સંભાવના છે. પ્રહલાદ જોશી ગત સરકારમાં કોલસા મંત્રી હતાં અને આ વખતે રિન્યુએબલ એનર્જી વિભાગ મંત્રી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દિલ્હી પત્રકાર પરિષદમાં આવ્યા હતાં. તે સમયે તેઓએ કહ્યું હતું કે, અહી કામનું કોઇ દબાણ નથી. પણ હવે દબાણ એટલે છે કેમ કે મારે મારી ભાવિ પેઢી માટે કામ કરવાનું છે.
મોદીએ ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય બનાવ્યું:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં જણાવ્યું કે, PM મોદી સમયથી આગળ ચાલનારા નેતા છે. મુખ્યમંત્રી તરીકે મોદીએ ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય બનાવ્યું હતું. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં અનેક કામો થયા છે. ગુજરાત દેશમાં સોલર એનર્જી ક્ષેત્રમાં બીજા ક્રમે છે. કચ્છના ખાવડામાં સોલર એનર્જી પાર્ક બની રહ્યો છે. રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવી છે. વાઇબ્રન્ટ 2024 માં ગ્રીન હાઈડ્રોજન મિશનની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશે. ગુજરાતમાં 1600 km દરિયો વિકાસ દ્વાર બન્યો છે. ભારત 2047 સુધી નેટ ઝીરો ઉત્સર્જન તરફ આગળ વધી રહ્યો છે. PM સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં 50 ટકા હિસ્સો ધરાવે છે.
આ પણ જાણો:
- સુરતમાં દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈઃ 3 કલાક સર્જરી પછી જીવ બચ્યો - Girl swallows magnetic bead
- 30 મિનિટમાં વડિલ 19 લાડુ ઝાપટી બન્યા વિજેતા, રાજકોટમાં ગણેશોત્સવ નિમિત્તે યોજાયેલી લાડુ સ્પર્ધાનું રોચક પરિણામ - LADU COMPITION