નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને પૂર્વ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. જેઓ 2024 યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયની નજીક છે. આ સાથે તેઓ ટ્રમ્પના જીતની શુભેચ્છા પાઠવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા છે.
PM મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "મારા મિત્ર @realDonaldTrump ને તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર ખૂબ ખૂબ અભિનંદન. તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાને આગળ વધારી રહ્યા છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આપણા સહયોગને નવીકૃત કરવા માટે ઉત્સુક છું. ચાલો આપણે બધા સાથે મળીને, આપણા લોકોની ભલાઈ અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ.
એસોસિએટેડ પ્રેસના તાજેતરના આંકડાઓ મુજબ, ટ્રમ્પ પાસે વ્હાઇટ હાઉસ જીતવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ વોટમાંથી 267 છે. અલાસ્કા અથવા મિશિગન, વિસ્કોન્સિન, એરિઝોના અથવા નેવાડા સહિતના રાજ્યમાંથી જીત રિપબ્લિકન ભૂતપૂર્વ પ્રમુખને ઓવલ ઑફિસમાં પાછા મોકલશે.