નવી દિલ્હી: 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અપેક્ષા રાખી હતી કે આ સત્રમાં વિપક્ષ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. તેમણે કહ્યું કે લોકોને નારા નથી જોઈતા સાર્થકતા જોઈએ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "દેશની જનતાએ અમને ત્રીજી વખત તક આપી છે. આ એક મોટી જીત છે, ભવ્ય જીત છે. અમારી જવાબદારી ત્રણ ગણી વધી ગઈ છે. તેથી હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમારી ત્રીજી ટર્મમાં , અમે બમણી મહેનત કરીશું અને ત્રણ ગણું પરિણામ મેળવીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'દેશની જનતા વિપક્ષ પાસેથી સારા પગલાની અપેક્ષા રાખે છે. હું આશા રાખું છું કે વિપક્ષ લોકશાહીની ગરિમા જાળવવા માટે દેશના સામાન્ય નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. લોકોને અપેક્ષા નથી કે ક્રોધાવેશ અને નાટક ચાલુ રહેશે. લોકોને સૂત્રો નથી જોઈતા પણ અર્થ જોઈએ છે. દેશને એક સારા વિપક્ષની, એક જવાબદાર વિપક્ષની જરૂર છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ 18મી લોકસભામાં જે સાંસદો જીત્યા છે તેઓ સામાન્ય માણસની આ અપેક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
પીએમ મોદીએ કહ્યું, 'દેશને એક સારા વિપક્ષની જરૂર છે. જવાબદાર વિરોધપક્ષની જરૂર છે. મને વિશ્વાસ છે કે આ 18મી લોકસભામાં જીતેલા અમારા સાંસદો સામાન્ય લોકોની અપેક્ષાઓ પૂરી કરશે. વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાની જવાબદારી આપણા સૌની છે. અમે અમારી જવાબદારી સાથે મળીને નિભાવીશું. અમે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કરીશું.
25 કરોડ નાગરિકોને ગરીબીમાંથી બહાર કાઢીને નવો આત્મવિશ્વાસ જન્માવે છે કે ભારતને ગરીબીમાંથી મુક્ત કરવામાં આપણે બહુ જલ્દી સફળતા મેળવી શકીશું. આ માનવજાતની મોટી સેવા હશે. આપણા દેશના 140 કરોડ નાગરિકો પાસે મહેનતની કોઈ કમી નથી. તે અમારું વિઝન છે કે આપણે તેમને શક્ય તેટલી વધુ તકો પ્રદાન કરવી જોઈએ.
- સંસદ સત્ર પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર કર્યા પ્રહાર, કહ્યું- 'સંવિધાન પર હુમલો સ્વીકાર્ય નથી' - RAHUL GANDHI ATTACKS PM MODI