શ્રીનગર: નેશનલ કોન્ફેરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા માટે આ એકથી વધારે કારણો માટે એક નિર્ણાયક પળ હશે. એક કારણ આ પણ છે કે, 2019 માં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારમાં અનુચ્છેદ 370ને નાબૂદ કરવા અને તેને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશના પહેલા મુખ્યમંત્રી બનશે.
વધુમાં તેમની પાસે મુખ્યમંત્રીના પૂર્ણ અધિકારો નહીં હોય. જે જાન્યુઆરી 2009માં પહેલી વાર રાજ્યની સત્તા સંભાળતી વખતે તેમની પાસે હતા. આ પણ પહેલી વાર છે કે, ગૃહ વિભાગ જે જમ્મુ કાશ્મીરની પોલિસને નિયંત્રીત કરતો હતો તે અધિકાર ક્ષેત્રથી બહાર હશે જેનાથી તેમની પાસે સરહદી રાજ્યમાં મહત્વપૂર્ણ સુરક્ષાના મુદ્દાઓ માટે નજીવા અધિકારો રહી જશે.
આ પહેલા ઓમર અબદુલ્લાના શાસન કાળમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. જ્યારે તેઓ 38 વર્ષની ઉમરે સૌથી ઓછી ઉંમર ધરાવતા મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે તેઓ તત્કાલીન જમ્મુ કાશ્મીરના પૂર્ણ રુપથી મુખ્યમંત્રી રુપે કાર્ય નહીં કરી શકે. કેમકે લદ્દાખને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે.
તો પણ ઓમર 16 ડિસેમ્બરના રોડ ડલ સરોવરના કિનારે શેર એ કાશ્મીર કન્વેંશન સેંટરમાં કાંટાળો તાજ પહેરવા માટે તૈયાર છે. 2019માં તત્કાલીન રાજ્યના પતનના વિરોધમાં કોઇ પણ વિરોધની શંકામાં રાજનૈતિક નેતાઓને કસ્ટડીમાં લઇને આ માટે આ વિશાળ સુવિધાને સબ જેલમાં બદલી દેવામાં આવી હતી.
ત્રીજી પેઢીના અબ્દુલ્લા જે 1998માં રાજનીતિમાં જોડાયા હતા. તેઓએ પડકારોનો સામનો કર્યો હતો. જેમાં જૂન 2024માં બારામુલ્લા ચૂંટણી ક્ષેત્રથી એન્જિનિયર રાશિદ સામેની લોકસભાની ચૂંટણીમાં હાર પણ શામેલ છે. જે 2002માં ગંદેરબલથી પોતાની પહેલી ચૂંટણી હારી ગયા હતા. જ્યાંથી 3 પેઢીઓથી અબ્દુલ્લા વિધાનસભા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓએ આ વખતે બડગામની સાથે સાથે તે ચૂંટણી વિસ્તાર પર ભરોસો મૂક્યો છે. જ્યારે તેઓ વધારે પડકારોનો સામનો કરી રહ્યા હતા. જેમાં જેલમાં બંધ લોકો દ્વારા તેમને હરાવવા માટે નવી દિલ્લીની યોજના સામે તેમનો આરોપ પણ શામેલ હતો.
પરંતુ ઓમરને વિશ્વાસ હતો કે, તે જીતી જશે, જ્યારે તેઓએ 19 ઓગસ્ટના રોજ શ્રીનગરમાં 'ગરિમા પહચાન અને વિકાસ' શીર્ષકથી નેશનલ કોન્ફરન્સનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. જેમાં 12 ગેરંટી સિવાય રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ઘણા 'કિન્તુ' અને 'પરંતુ'ને ફગાવીને સરકાર બનાવવાના તેમના આશાવાદથી આ સ્પષ્ટ થાય છે. કેટલાક લોકો માટે આ આત્મવિશ્વાસ કેન્દ્રની સાથે છુપાયેલા સોદાથી ઉદ્ભવ્યો હતો.
પરંતુ, તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભામાં 42 ચૂંટાયેલા ધારાસભ્યોની સાથે નેશનલ કોન્ફરન્સને સૌથી મોટી પાર્ટી જાહેર કરવાવાળા નિર્ણાયક આદેશે ટીકાકારોના મનમાંથી બધી ગેરસમજો દૂર કરી દીધી છે. બીજી બાજુ ભાજપ જે એનસીની યોજનાને નિષ્ફળ બનાવવા માટે મુખ્ય પક્ષ હતો. એકલા જમ્મુના 29 ધારાસભ્યો સાથે વિપક્ષમાં બેસશે. ભગવા પાર્ટી મુસ્લિમ બહુમતીવાળી ખીણમાં 47 માંથી 19 બેઠકો પર પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી.
પોતાના મંત્રીમંડળ સાથે ઓમર જમ્મુ- કાશ્મીરના 14મા મુખ્યમંત્રી હશે. જે નવી દિલ્લીના 6 વર્ષના પ્રત્યક્ષ કેન્દ્રીય શાસનને સમાપ્ત કરી દેશે. જૂન 2018માં પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારના પડી ગયા પછી જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મોદીના નેતૃત્વ વાળી સરકાર દ્વારા અનુચ્છેદ 370ને હટાવી દેવાના અને રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી તેને આગળ વધારી દેવાયું હતું.
હવે જ્યારે પોતાની પહેલી ચૂંટાયેલી સરકારનો રસ્તો સાફ થઇ ગયો છે. ગૃહ મંત્રાલયે 11 ઓક્ટોબરના રોજ એક જાહેરનામું બહાર પાડીને રાષ્ટ્રપતિ શાસનને હટાવી દીધું છે. જેનાથી ઓમરની સત્તા સંભાળવાનો રસ્તો સાફ થઇ ગયો છે. પરંતુ ઓમરને આગળ આવનારા પડકારોનો સંપૂર્ણ અહેસાસ થશે. આ તેમના ચૂંટણી અભિયાનના ભાષણોથી સ્પષ્ટ હતું. જેમાં તેઓ વિધાનસભાની કમજોરી ખુલ્લી કરતા હતા અને લોકોને આગળની સરકારોની હદની જાણકારી આપતા હતા.
કાયદાકીય અને વહીવટી શક્તિઓનો મોટો હિસ્સો ઉપરાજ્યપાલ પાસે છે. જે જમ્મુ અને કાશ્મીર અધિનિયમ 2019ની ધારા 55 ના ઉપ નિયમ 2(A) ના અંતર્ગત 'વ્યાપારમાં લેતી દેતી' ના નિયમોમાં સંશોધન દ્વારા આવ્યું છે. જેમાં IAS અને IPSની બદલી અને પોસ્ટિંગ, જમ્મુ કાશ્મીર પોલીસ, કાયદાકીય વ્યવસ્થા અને એડવોકેટ જનરલ સહિત કાયદાકીય અધિકારીઓની નિમણૂકના નિર્ણયોનો સમાવેશ થાય છે. નવા નિયમોમાં નવા નિયમો ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો, જેલ અને કાર્યવાહી અને અપીલ દાખલ કરવા પર લેફ્ટનન્ટ ગવર્નરના નિયંત્રણને પણ વિસ્તૃત કરે છે.