શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે આગામી લોકસભા ચૂંટણી અંગે પોતાના પક્ષની રણનીતિ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે.
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે-ઓમર અબ્દુલ્લા - NC Congress
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. આ માહિતી જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ આપી છે . વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. NC Congress Loksabha Election 2024 jointly Omar Abdullah
Published : Apr 4, 2024, 10:35 PM IST
કયારે કરી જાહેરાત?: તાજેતરમાં જ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ કાશ્મીર ખીણની 3 લોકસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઘટના બાદ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ પત્રકારોને આ માહિતી આપી છે. ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે આગામી લોકસભા ચૂંટણી અંગે પોતાના પક્ષની રણનીતિ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે.
ફારુક અબ્દુલ્લા કરે છે કોંગ્રેસનો પ્રચારઃ પત્રકારો સાથે વાતચીત કરતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા જમ્મુમાં કોંગ્રેસના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસે ઘાટીમાં નેશનલ કોન્ફરન્સને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે થોડા દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, કોંગ્રેસ કેટલીક જાહેરાત કરી શકે છે. તેથી જ અમે નક્કી કર્યુ છે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. ઉલ્લેખનીય છે કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ કાશ્મીર ખીણની 3 લોકસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઘટના બાદ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ પત્રકારોને આ માહિતી આપી છે. હવે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે.