ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્તાર અંસારી માતાપિતાની કબરની બાજુમાં દફન, સપા નેતાએ ગણાવ્યો ગરીબોનો મસીહા - Mukhtar Ansari - MUKHTAR ANSARI

મુખ્તાર અંસારીના મૃતદેહને તેના વતન ગાઝીપુરમાં સુપુર્દે ખાક કરવામાં આવ્યો છે. જનાજામાં શામેલ ભીડ હવે તેમના ઘરે પરત ફરવાનું શરૂ કરી દીધું છે. આ સમયગાળા દરમિયાન,ખૂબ કડક પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. મુખ્તાર અંસારી માતાપિતાની કબરની બાજુમાં દફન કરાયો છે. સપા નેતાએ ગણાવ્યો ગરીબોનો મસીહા

મુખ્તાર અંસારી માતાપિતાની કબરની બાજુમાં દફન, સપા નેતાએ ગણાવ્યો ગરીબોનો મસીહા
મુખ્તાર અંસારી માતાપિતાની કબરની બાજુમાં દફન, સપા નેતાએ ગણાવ્યો ગરીબોનો મસીહા

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 1:50 PM IST

ગાઝીપુર : મુખ્તાર અંસારીની અંતિમયાત્રા સાથે મોટી સંખ્યામાં સમર્થકો કબ્રસ્તાન પહોંચ્યા હતા. નમાઝ-એ-જનાઝા બાદ પાર્થિવ દેહને દફનાવવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મૃતદેહને તેના માતા-પિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારમાં હાજરી આપનારી વિશાળ ભીડ હવે તેમના ઘરે પરત ફરી રહી છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે. તે જ સમયે, બસ્તીના સપા ધારાસભ્યએ મુખ્તાર અંસારીને રોબિનહૂડ અને ગરીબોના મસીહા કહ્યા. તે જ સમયે, મુખ્તારના મૃત્યુની તપાસ કરવા માટે ડીએમ અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ બાંદા જિલ્લા જેલમાં પહોંચ્યા. આ અધિકારીઓએ અહીં તપાસ કરી હતી.

જનાજામાં ભીડ ઉમટી પડી

ગુરુવારે રાત્રે થયું હતું નિધન : આપને જણાવીએ કે બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને ગુરુવારે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને બાંદા મેડિકલ કોલેજના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાત્રે લગભગ 10.30 વાગ્યે ડોક્ટરોએ મુખ્તારને મૃત જાહેર કર્યો હતો. આ સાથે DGP પ્રશાંત કુમારે ગાઝીપુર, મઉ સહિત પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. ડીજી જેલ એસએન સબતના જણાવ્યા અનુસાર માફિયા મુખ્તાર અંસારી ઉપવાસ રાખતો હતો અને ગુરુવારે રોઝા બાદ તેની તબિયત બગડી હતી. દરમિયાન શુક્રવારે બાંદાની મેડિકલ કોલેજમાં મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તે બાદ મૃતદેહને લઈને એમ્બ્યુલન્સ લગભગ 5 વાગે ગાઝીપુર જવા રવાના થઈ હતી.

મોડી રાત્રે ઘેર પહોંચ્યો મૃતદેહ : રાત્રે લગભગ 1.30 વાગ્યે એમ્બ્યુલન્સ મૃતદેહને લઈને ગાઝીપુર સ્થિત મુખ્તારના ઘરે પહોંચી. આ દરમિયાન તેમના નિવાસસ્થાને લોકોની ભારે ભીડ હાજર હતી. મોટા ભાઈઓ સિબગતુલ્લાહ અને અફઝલ અંસારી પણ હાજર હતા. સવારે લગભગ 10.30 વાગ્યે મુખ્તારની અંતિમયાત્રા ઘરથી નીકળી હતી. લગભગ 11 વાગે મુખ્તારના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. જે બાદ જનાજામાં શામેલ લોકો તેમના ઘરે પરત ફર્યા હતા.

અબ્બાસ જનાજામાં ન આવી શક્યો : મુખ્તાર અન્સારીનો એક દીકરો 14 ફેબ્રુઆરી 2023થી કાસગંજ જેલમાં બંધ છે. મુખ્તાર અંસારીના મોટા પુત્ર અબ્બાસ અંસારી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ રડ્યો હતો. તે પિતાના જનાજામાં હાજરી આપવા માટે તેની પેરોલ અરજી કોર્ટમાં દાખલ કરી શક્યો ન હતો.

સપા અને બસપાના નેતાઓ ગાયબ : મુખ્તાર અંસારી ઘણા વર્ષોથી સપા અને બસપામાં શામેલ હતો. આમ છતાં મુખ્તારના જનાજામાં સપા કે બસપાના કોઈ નેતા હાજર ન હતાં તે વાત ચર્ચાનો વિષય બની રહી. આટલું જ નહીં મુખ્તારનો પુત્ર અબ્બાસ અંસારી સુભાસપા તરફથી ધારાસભ્ય છે. આ દરમિયાન સુભાસપાનો કોઈ મોટો નેતા પણ જોવા મળ્યો ન હતો આ અંગે ચર્ચા થઈ હતી.

સપા ધારાસભ્યએ કહ્યું, મુખ્તાર રોબિનહૂડ અને ગરીબોના મસીહા : બસ્તીમાં સપાના ધારાસભ્ય અને જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રનાથ યાદવે મુખ્તાર અંસારીને ગરીબોના મસીહા અને રોબિનહૂડ ગણાવ્યા છે. તેમજ મીડિયા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આવા લોકોને માફિયા મીડિયા દ્વારા કહેવામાં આવે છે. સપાના ધારાસભ્યે મુખ્તાર અંસારીને રોબિન હૂડ ગણાવતા કહ્યું કે જે વ્યક્તિ લોકોની મદદ કરતો હતો તે માફિયા કેવી રીતે હોઈ શકે. તેમણે સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ પર પણ નિશાન સાધ્યું.

  1. મુખ્તાર અન્સારી પાસે કરોડોનું બેંક બેલેન્સ, જાણો કોણ બનશે તેમની સંપત્તિનો વારસ - Mukhtar Ansari Net Worth
  2. બાંદામાં માફિયા મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી મોત, UPમાં એલર્ટ જારી, કલમ 144 લાગુ - Death Of Mafia Mukhtar Ansari

ABOUT THE AUTHOR

...view details