ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટાઇગર સ્ટેટનો ટુરિઝમ રેકોર્ડ : મધ્યપ્રદેશમાં એક વર્ષમાં 11 કરોડથી વધુ પ્રવાસી આવ્યા, ટોપ 10 પર્યટન સ્થળ અને પર્યટકોની સંખ્યા - MP Tourism Make Record

મધ્યપ્રદેશ પ્રવાસન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2023માં મધ્યપ્રદેશે પર્યટનના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ વર્ષે 11 કરોડથી વધુ પ્રવાસીઓ મધ્યપ્રદેશ પહોંચ્યા હતા, જેમાંથી અડધા પ્રવાસીઓ તો ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા આવ્યા હતા.

ટાઇગર સ્ટેટનો ટુરિઝમ રેકોર્ડ
ટાઇગર સ્ટેટનો ટુરિઝમ રેકોર્ડ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 6:33 PM IST

મધ્યપ્રદેશ : રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ દ્વારા શુક્રવારે મધ્યપ્રદેશમાં તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે હોટલ અશોકા ખાતે વિકલાંગ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. સાથે સાથે અન્ય પ્રવાસન હોટલોમાં પણ વૃધ્ધોને ભોજન આપવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશે પર્યટનનો રેકોર્ડ તોડ્યો :આ પ્રસંગે સંસ્કૃતિ, પર્યટન, ધાર્મિક ટ્રસ્ટ અને એન્ડોવમેન્ટ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ રાજ્યના લોકોને પ્રવાસન દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, "મધ્યપ્રદેશ પ્રવાસન ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2023 સુધીમાં રૂ. 11 કરોડ 21 લાખ પ્રવાસીઓ મધ્યપ્રદેશમાં પ્રવાસ અર્થે આવ્યા, જેમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1 લાખ 83 હજાર હતી.

ટોપ 10 પર્યટન સ્થળ અને પર્યટકોની સંખ્યા (ETV Bharat)

મધ્યપ્રદેશનું પ્રવાસન ક્ષેત્ર :ધર્મેન્દ્ર લોધીએ કહ્યું કે, "ધાર્મિક સ્થળોનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. આ સ્થાનો પ્રાચીન ઈતિહાસ, સ્થાપત્ય અને સંસ્કૃતિનું અદ્ભુત મિશ્રણ છે. ઉજ્જૈનમાં મહાકાલ લોક, ઓમકારેશ્વરમાં એકાત્મ ધામ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોએ પણ પ્રવાસીઓને આકર્ષ્યા છે. રાજ્યએ પ્રવાસીઓની સંખ્યા વધારવામાં મદદ કરી છે. સલકાનપુરમાં દેવી લોક, ઓરછામાં રાજા રામ લોક, છિંદવાડામાં હનુમાન લોક, ચિત્રકૂટમાં શ્રી રામ વનગમન પથ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસપણે વધારો થશે.

ટાઇગર સ્ટેટનો પ્રાકૃતિક સૌંદર્ય :ધર્મેન્દ્ર લોધીએ મધ્યપ્રદેશના ઐતિહાસિક વારસા, ભવ્ય ઈતિહાસ, પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યસભર વન્યજીવન અને આધ્યાત્મિક અનુભવ માટે પ્રવાસીઓને મધ્યપ્રદેશ આવવા અનુરોધ કર્યો હતો. સાથે જ કહ્યું કે, મધ્યપ્રદેશને વાઘ અને ચિત્તા રાજ્યનો દરજ્જો મળ્યો છે. તમે મધ્યપ્રદેશની તમારી સફર દરમિયાન આ વન્યજીવોને જોવાનો આનંદ માણી શકો છો, જે ચોક્કસપણે તમારા જીવનનો એક અનોખો અનુભવ હશે.

  1. મધ્યપ્રદેશના માંડુને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવા યુનેસ્કોને પ્રસ્તાવ મોકલાયો - Madhya Pradesh Mandu
  2. 75મી પ્રજાસત્તાક દિવસની પરેડમાં, ગુજરાતની ઝાંખી 'ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO' એ બે એવોર્ડ જીત્યા

ABOUT THE AUTHOR

...view details