ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Massive Fire: દિલ્હીના શાસ્ત્રી નગરમાં ચાર માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, બે બાળકો સહિત ચાર લોકોના મોત - Delhi Massive Fire

શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં બે બાળકો અને એક પરિણીત દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

Delhi Massive Fire
Delhi Massive Fire

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 9:55 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીના ગીતા કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ઈમારતમાં ફસાયેલા નવ લોકોને બચાવ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં ડોક્ટરોએ બે બાળકીઓ સહિત ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શાહદરા જિલ્લાના ડીસીપી સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે સવારે લગભગ 5.22 વાગ્યે શાસ્ત્રીનગરની શેરી નંબર 13માં એક મકાનમાં આગ લાગવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગ ચાર માળની ઈમારતના ભોંયરામાં લાગી હતી. ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડીંગને ઘેરી વળ્યા હતા.

બિલ્ડિંગમાં ફસાયેલા નવ લોકો બહાર આવ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ બે બાળકો સહિત ચાર લોકોને મૃત જાહેર કર્યા. ડીસીપીએ જણાવ્યું હતું કે મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ઓફિસરનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ સૌથી પહેલા ભોંયરામાં પાર્ક કરેલા વાહનોમાં લાગી હતી અને તેનો ધુમાડો બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો.

  1. Election Commissioners Appointment: CEC અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટ 15 માર્ચે સુનાવણી કરશે
  2. Haryana New Government Floor Test : હરિયાણામાં નવા સીએમ નાયબસિંહ સૈનીએ જીત્યો વિશ્વાસમત, સંબોધનમાં શું કહ્યું જૂઓ

ABOUT THE AUTHOR

...view details