મુંબઈ: સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક એક બસ ટ્રેક્ટર સાથે અથડાતાં અને ખીણમાં ખાબકી જતાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને કેટલાંક લોકો ઘાયલ થયાં હતાં, પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડીસીપી નવી મુંબઈ પંકજ દહાણેએ જણાવ્યું હતું કે મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક એક ટ્રેક્ટર સાથે બસ અથડાયા બાદ ખીણમાં પડી જતાં ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે બસ ડોમ્બિવલીના કેસર ગામથી શ્રદ્ધાળુઓ સાથે મહારાષ્ટ્રના પંઢરપુર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને કારણે મુંબઈ એક્સપ્રેસ હાઈવેની મુંબઈ-લોનાવાલા લેન પર વાહનોની અવરજવર થંભી ગઈ હતી. બસને ક્રેનની મદદથી બહાર કઢાઈ હતી અને ત્રણ કલાક બાદ લેન પર ટ્રાફિક ફરી શરૂ થઈ શક્યો હતો.
નવી મુંબઈના ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું કે, અષાઢી એકાદશીના અવસર પર લોકો ખાનગી બસમાં પંઢરપુર જઈ રહ્યા હતા. બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ખીણમાં પડી હતી. 42 લોકો ઘાયલ થયા છે, જેમને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 3ને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
- મુંબઈ હિટ એન્ડ રન કેસના આરોપી મિહિરના પિતા રાજેશ શાહને શિંદેની પાર્ટી શિવસેનાના પદ પરથી હટાવાયા - MUMBAI HIT AND RUN CASE