લાતુરઃ કર્ણાટક બાદ હવે મહારાષ્ટ્રમાં સ્ટેટ વક્ફ બોર્ડ તરફથી ખેડૂતોને નોટિસ મોકલીને તેમની જમીન પર દાવો કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાતુર જિલ્લાના 100થી વધુ ખેડૂતોએ દાવો કર્યો છે કે, વક્ફ બોર્ડે તેમને નોટિસ મોકલી છે. ખેડૂતોનું કહેવું છે કે, જે જમીન પર તેઓ પેઢીઓથી ખેતી કરે છે. વક્ફ બોર્ડ તેમની જમીન પર કબ્જો કરવા માંગે છે.
ખેડૂતોએ શનિવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર સ્ટેટ વકફ ટ્રિબ્યુનલમાં આ સંબંધે દાવા અરજી દાખલ કરવામાં આવી છે. આ પછી વકફ ટ્રિબ્યુનલ દ્વારા 103 ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમની પાસે કુલ 300 એકડ જમીન છે.
નોટિસ મેળવનાર ખેડૂત તુકારામ કંવટેએ મીડિયાને કહ્યું કે, "આ જમીન અમને પેઢીઓથી વારસામાં મળી છે. આ વકફ મિલકતો નથી. અમે ઇચ્છીએ છીએ કે, મહારાષ્ટ્ર સરકાર અમને ન્યાય આપે. આ અંગે કોર્ટમાં બે સુનાવણી થઈ છે અને આગામી સુનાવણી 20 ડિસેમ્બરે છે."
કોઈની સાથે અન્યાય નહિ થાય...
મહારાષ્ટ્ર વક્ફ બોર્ડ તરફથી લાતુરના ખેડૂતોને નોટિસ મળવા પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મહાયુતિ સરકાર સામાન્ય લોકોની છે. અમે કોઈની સાથે અન્યાય થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે, વક્ફ બોર્ડ દ્વારા ખેડૂતોને મોકલવામાં આવેલી નોટિસ અંગે અમને સંપૂર્ણ માહિતી મળી નથી.
વક્ફ બોર્ડે મજાક કરી છે.
મહારાષ્ટ્ર વક્ફ બોર્ડ તરફથી લાતુરના ખેડૂતોને નોટિસ મળતાં મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, "વક્ફ બોર્ડે મજાક કરી છે. ઘણી બધી મિલકતો હિંદુ દેવી-દેવતાઓ, હિંદુ ટ્રસ્ટો અને ખેડૂતોની છે, પરંતુ તેઓએ બળજબરીથી અતિક્રમણ કરીને તેને પોતાના નામે નોંધી રહી છે. તેને ફરીથી ડિજિટલ કરવી જોઇએ, સાફ રેકોર્ડ હોવો જોઇએ."
તેમણે કહ્યું, "ભાજપે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વારંવાર પત્ર લખ્યો છે કે, વક્ફ બોર્ડ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ, જે જમીન પર તેઓએ અતિક્રમણ કર્યું છે, તે છોડવામાં આવે અને સરકાર આ માટે કડક પગલાં લેશે... તેની તપાસ થવી જોઈએ. "હું કેન્દ્ર અને રાજ્ય સરકારોને આની કડક તપાસ કરવા વિનંતી કરું છું."
તે જ સમયે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, જે જમીન માટે નોટિસ મોકલવામાં આવી છે. તે જમીન ખેડૂતોના નામે છે અને તેઓ તેના પર ખેતી કરતા હોય તો વકફ બોર્ડ આવી કાર્યવાહી કરી શકે નહીં.
કર્ણાટકમાં થયો હતો ઘણો વિવાદ
આ પહેલા કર્ણાટકમાં વક્ફ બોર્ડ તરફથી કેટલાક ખેડૂતોને નોટિસ પાઠવી હતી, જેના પર ઘણો વિવાદ થયો હતો. ઉત્તર કર્ણાટકના વિજયપુરા જિલ્લાના કેટલાક ખેડૂતોએ ઑક્ટોબરમાં આક્ષેપ કર્યો હતો કે, વક્ફ બોર્ડે તેમને જમીન ખાલી કરવા માટે નોટિસ આપી હતી કારણ કે, બોર્ડે આ જમીનો પર પોતાનો દાવો કર્યો હતો.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને તેની મિલકતોનું કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરવા આ વર્ષે 8 ઓગસ્ટે લોકસભામાં વકફ (સુધારા) બિલ રજૂ કર્યું હતું. આ પછી બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
- ગૃહમંત્રી અમિત શાહે જોધપુરમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, વિલીનીકરણની વાર્તા સંભળાવી
- 8 થી 31 ડિસેમ્બર વચ્ચે બેંકો આટલા દિવસો સુધી બંધ રહેશે, તાત્કાલિક પૂર્ણ કરો તમામ કામ