મુંબઈ:રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મહાયુતિ સરકારની રચનાના થોડા દિવસો વિત્યા બાદ મહારાષ્ટ્રમાં પ્રથમ કેબિનેટ વિસ્તરણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), અજિત પવારની NCP અને એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા.
સૌથી પહેલા મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ નાગપુરના રાજભવનમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્યાર બાદ રાધાકૃષ્ણ વિખે અને એનસીપીના ધારાસભ્ય હસન મુશ્રીફે પણ મંત્રી તરીકે શપથ લીધા અને ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે પણ મંત્રી તરીકે શપથ લીધા.
આ ઉપરાંત જે લોકોને ફડણવીસ કેબિનેટમાં સ્થાન મળ્યું છે તેમાં ગિરીશ મહાજન, ગુલાબરાવ પાટીલ, ગણેશ નાઈક, ધનંજય મુંડે, મંગલ પ્રભાત લોઢા, ઉદય સામંત, શિવસેનાના ધારાસભ્ય દાદા ભુસે અને સંજય રાઠોડનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ફડણવીસની કેબિનેટમાં જયકુમાર રાવલ, પંકજા મુંડે અને અશોક ઉઇકેને સ્થાન મળ્યું છે.