નવી દિલ્હીઃ દિલ્હીમાં ફૂટપાથ પર ચા વેચતો એક સાધારણ માણસ આજે ફાઇવ સ્ટાર હોટલ શાંગ્રીલામાં ટી કન્સલ્ટન્ટના પદ પર કાર્યરત છે. આ વાત લક્ષ્મણ રાવની વાર્તા છે, જેમણે 40 વર્ષની ઉંમરે 12મું ભણ્યા, પછી 50 વર્ષની ઉંમરે બીએ અને 63 વર્ષની ઉંમરે એમએ કર્યું. તેમણે શિક્ષણને પોતાના શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને જીવનની લડાઈ જીતી અને દુનિયાની સામે એક દાખલો બેસાડ્યો. તેમની કહાની એ વાતનો પુરાવો છે કે શિક્ષણ વ્યક્તિને જ્ઞાન તો આપે જ છે, પરંતુ તેમને સન્માન અને સફળતાના શિખરે પણ લઈ જાય છે.
સંઘર્ષથી શરૂઆત અને પછી સપનાની ઉડાનઃમહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના એક નાનકડા ગામમાં 1952માં જન્મેલા લક્ષ્મણ રાવનું બાળપણ આર્થિક તંગીમાં વીત્યું.10મું ધોરણ પાસ કર્યા બાદ પારિવારિક જવાબદારીઓએ તેમને અભ્યાસ છોડવાની ફરજ પાડી હતી. તેઓ અમરાવતીની એક મિલમાં મજૂર તરીકે કામ કરતા હતા, પરંતુ મિલ બંધ થતાં 1975માં તેઓ દિલ્હી આવ્યા હતા. અહીં તેમણે હોટલમાં વાસણો ધોવાથી લઈને મજૂરી કરવાનું કામ કર્યું. બાદમાં તેણે ITO ખાતે વિષ્ણુ દિગંબર માર્ગ પર ફૂટપાથ પર ચા અને પાનની દુકાન ખોલી.
લક્ષ્મણ રાવની પ્રેરણાદાયી કહાની (Etv Bharat) ફૂટપાથથી લઈને ફાઈવ સ્ટાર હોટેલ સુધીની સફરઃ લક્ષ્મણ રાવ કહે છે કે ચા વેચીને તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. હોંગકોંગમાં પ્રકાશિત તેમનો એક લેખ વાંચીને શાંગ્રીલા હોટેલના વાઇસ પ્રેસિડેન્ટ તેમનાથી પ્રભાવિત થયા અને તેમને મળવા માટે દિલ્હીની શાંગ્રીલા હોટેલના અધિકારીઓને મોકલ્યા. શરૂઆતમાં લક્ષ્મણ રાવે ત્રણ વખત નોકરીનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ તેઓ ચોથી વખત સંમત થયા હતા અને આજે તેઓ શાંગ્રીલા હોટેલમાં સન્માનિત ટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. જ્યાં દરેક વ્યક્તિઓ તેમનું સન્માન કરે છે.
ફાઈવ સ્ટાર હોટલમાં ટી કન્સલ્ટન્ટ બનતા પહેલા લક્ષ્મણ રાવે ફૂટપાથ પર ચાની દુકાન ખોલી હતી (Etv Bharat) શિક્ષણ વ્યક્તિને કોઈપણ ઊંચાઈએ લઈ જઈ શકે છેઃ લક્ષ્મણ રાવ કહે છે કે શિક્ષણ વ્યક્તિને આત્મસન્માન અને ઓળખ આપે છે. જો તેમણે 40 વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ ન કર્યો હોત તો કદાચ તે આજે ફાઈવ સ્ટાર હોટલમાં ન હોત. તેઓ કહે છે કે અભ્યાસ કરવામાં ક્યારેય મોડું થતું નથી.તેમનો સંદેશ છે કે "જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો શિક્ષણને અપનાવો. તે તમને દુનિયામાં ગમે ત્યાં અને કોઈપણ ઊંચાઈએ લઈ જઈ શકે છે. જેઓ ઉંમર, આર્થિક સંકડામણ કે સમાજના ટોણાને કારણે અભ્યાસ કરી શકતા નથી. લક્ષ્મણ રાવ તેઓને કહે છે કે મારા સંઘર્ષ અને સફળતાને જોઈને, ઘણા લોકોએ અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને તેઓ આજે સારું જીવન જીવી રહ્યા છે. ભારતમાં શિક્ષણ પ્રણાલી મજબૂત બનાવવામાં આવે અને બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે. .
ચા વેચવા દરમિયાન તેમણે નવલકથાઓ, નાટકો, વાર્તા સંગ્રહો અને રાજકીય ગ્રંથો લખ્યા (Etv Bharat) નેતા બનવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જરૂરી છે: લક્ષ્મણ રાવ કહે છે કે નેતા બનવા માટે જો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવે તો સમાજ અને દેશ બંનેની વિચારસરણી બદલાઈ શકે છે." લક્ષ્મણ રાવે માત્ર પોતાની જાતને જ બદલી નથી, પરંતુ તેમના પરિવારને પણ એક નવી દિશા આપી છે. તેમણે તેમના બંને પુત્રોને ચાની દુકાન ચલાવીને એમબીએ કરાવ્યું છે. આજે તેમના બંને પુત્રો બેંકમાં કામ કરી રહ્યા છે. તેમના સંબંધીઓ પણ તેમની આ સફળતાથી પ્રભાવીત થઈને પોતાના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
લક્ષ્મણ રાવની આ કહાની આ શીખામણ આપે છે કે સંઘર્ષ ગમે તેટલો મોટો કેમ ન હોય, જો તમારી પાસે શિક્ષણનું શસ્ત્ર છે, તો તમે કોઈપણ મુશ્કેલીને હરાવી શકો છો. આ ઉપરાંત "શિક્ષણની કોઈ ઉંમર નથી, સપના જુઓ અને તેમને શિક્ષણની પાંખો પર ઉડાન આપો."
- કોબી એ બનાવ્યા "કરોડપતિ", બંગલા અને વાહન પર લખ્યું.."આ બધું કોબીની બદૌલત છે"
- કચ્છના દિવ્યાંગનો બિઝનેસ આઈડિયા ફળ્યોઃ જાણો કેવી રીતે કરે છે રોજનું 25-30 હજારનું ટર્નઓવર