ચંદીગઢ: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જેલ ઈન્ટરવ્યુનો મામલો બધા માટે ચોંકાવનારો હતો અને હેડલાઈન્સ પણ બન્યો હતો, પરંતુ આ ઘટનામાં હવે પંજાબ સરકાર કડક દેખાઈ રહી છે. રાજ્ય સરકારે આ કેસમાં દોષિત અધિકારીઓ અને આરોપીઓ સામે મોટી કાર્યવાહી કરી છે.
સરકારે 7 સામે કરી કાર્યવાહી
વાસ્તવમાં, પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્દેશો પર રચાયેલી SITએ ફરજ દરમિયાન બેદરકારી દાખવતા સાત અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે. શુક્રવારે મોડી રાત્રે રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ ગુરકીરત કૃપાલ સિંહ દ્વારા આ આદેશો જારી કરવામાં આવ્યા હતા. જે અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ડીએસપીથી લઈને હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે.
પંજાબ સરકારે કાર્યવાહી કરી
તમને જણાવી દઈએ કે, એસઆઈટીએ તપાસ બાદ રાજસ્થાન પોલીસને પુરાવા આપ્યા હતા કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે તે જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ હતો. આ પછી જયપુરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં જયપુરમાં તપાસ બાદ જાણવા મળ્યું કે લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યુ ત્યારે થયો હતો જ્યારે તે પંજાબની જેલમાં બંધ હતો. તેના આધારે હવે પંજાબ સરકારે આ કાર્યવાહી કરી છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓ અને અધિકારીઓના નામ
- ડીએસપી ગુરશેર સિંહ (અમૃતસર સ્થિત 9મી બટાલિયન)
- ડીએસપી સમર વનીત
- સબ ઇન્સ્પેક્ટર રીના (CISH ખરાર ખાતે પોસ્ટેડ)
- સબ ઈન્સ્પેક્ટર જગતપાલ જંગુ (AGTFમાં પોસ્ટેડ)
- સબ ઈન્સ્પેક્ટર શગનજીત સિંહ (GTF)
- ASI મુખ્તિયાર સિંહ
- હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશ
આ પણ વાંચો:
- બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, પંજાબમાં પોલીસનું સંયુક્ત ઓપરેશન