ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજુ સુધી કોઈ સાથે ગઠબંધન કર્યું નથી: જૂનાગઢના નિરીક્ષક પુંજાભાઈ વંશ - LOCAL BODY ELECTIONS

જૂનાગઢના કોંગ્રેસ નિરીક્ષક પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજુ સુધી કોઈ સાથે ગઠબંધન કર્યું નથી:

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢના નિરીક્ષક પુંજાભાઈ વંશનું નિવેદન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢના નિરીક્ષક પુંજાભાઈ વંશનું નિવેદન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2025, 6:23 PM IST

જુનાગઢ:જુનાગઢ મહાનગર અને નગરપાલિકાની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાને લઈને દ્વાર ખુલ્લા રાખ્યા છે તેમ કોંગ્રેસના નિરીક્ષક પુંજાભાઈ વંશે જણાવ્યું છે.

કેટલાંક માધ્યમોમાં પ્રસારીત થયેલા અહેવાલો મુજબ માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી લડશે, તે વાતનું ખંડન કરીને નિરીક્ષક પુંજાભાઈ વંશે રદીયો આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી ગઠબંધનની જાહેરાત પ્રદેશ દ્વારા કરવામાં આવતી હોય છે, જે હજુ સુધી કરવામાં આવી નથી. જેથી ચૂંટણીના ગઠબંધનને લઈને ચાલી રહેલા અહેવાલોને પાર્ટી સમર્થન આપતી નથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢના નિરીક્ષક પુંજાભાઈ વંશનું નિવેદન (Etv Bharat Gujarat)

આગામી 16મી તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને જુનાગઢ મહાનગરમાં આગામી 16મી તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં હજુ સુધી પાર્ટીએ કોઈપણ રાજકીય પક્ષ સાથે ચૂંટણીલક્ષી ગઠબંધન કર્યું નથી. તે વાતનો ખુલાસો જૂનાગઢના નિરીક્ષક પુંજાભાઈ વંશે માધ્યમો સમક્ષ વ્યક્ત કર્યો છે.

માંગરોળ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધનને લઈને પણ પુંજાભાઈનું નિવેદન સૂચક માનવામાં આવે છે, હજુ સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકા કે મહા નગરપાલિકામાં કોઈપણ પ્રકારે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી નથી. ગઈકાલે કેટલાક માધ્યમોમાં અહેવાલો પ્રકાશિત થયા હતા કે માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્થાનિક સ્તરે ગઠબંધન થયું છે. ત્યારબાદ પુંજાભાઈ વંશે તેનું ખંડન કરીને આજે કોઈ પણ પ્રકારનું ગઠબંધન થયું નથી તે વાતનો સ્વીકાર કર્યો છે.

કોંગ્રેસ માટે તમામ વિકલ્પો ખુલ્લા

જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે જિલ્લાની પાંચ નગરપાલિકામાં આગામી 16મી તારીખે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી સમાન વિચારધારાઓ ધરાવતી પાર્ટી સાથે ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે દ્વાર બંધ નથી કર્યા, પાર્ટી માને છે કે, કોઈપણ રાજકીય પક્ષ કે જે કોંગ્રેસ પાર્ટીની સાથે સમાન વિચારધારા ધરાવે છે, અને ભાજપની સામે ચૂંટણી લડવા માટે જો તેઓ કોંગ્રેસના ગઠબંધનમાં સામેલ થઈને એક સાથે ચૂંટણી લડવા માંગે છે, તેવા તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોનું કોંગ્રેસ પાર્ટી સમર્થન કરે છે.

પરંતુ રાજ્ય સ્તરે ગઠબંધનને લઈને અંતિમ નિર્ણય રાજ્યના મવડી મંડળ દ્વારા લેવાતો હોય છે. આ સ્થિતિમાં હજુ સુધી ગુજરાતમાં એક પણ નગરપાલિકા કે પેટા ચૂંટણીમાં ચૂંટણી ગઠબંધનને લઈને કોઈ નિર્ણય થયો નથી. જેથી જે સમાચારો માધ્યમમાં વહેતા થયા છે તે પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારે જાહેર થયેલા ગઠબંધનને લઈને સર્વસંમત નથી.

  1. જુનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી: ઉમેદવારોની પસંદગીમાં લાગી કોંગ્રેસ
  2. જુનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી: ભાજપે હાથ ધરી સેન્સ પ્રક્રિયા

ABOUT THE AUTHOR

...view details