હૈદરાબાદ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરને બુધવારે થશે. આ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. સાંજે 5 વાગ્યે ચૂંટણીના પડઘમ શાંન્ત થઈ જશે. જે બાદ મતદાન માટે આકરી કસોટી થશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે.
પહેલો તબક્કો 18મીએ, બીજો તબક્કો 25મી સપ્ટેમ્બરે, ત્રીજા અને અંતિમ તબક્કા માટે 1લી ઓક્ટોબરે મતદાન થશે. 8 ઓક્ટોબરે મતગણતરી થશે. 2014 બાદ પ્રથમ વખત 2024માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આ વખતે પણ અહીં ભાજપની સરકાર બનશે.
તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બરે ચૂંટણીના પહેલા તબક્કામાં 24 સીટો પર મતદાન થયું હતું. આ તબક્કામાં લગભગ 61.13 ટકા મતદાન થયું હતું. આ વખતે 26 બેઠકો પર મતદાન થશે. માહિતી અનુસાર, કેન્દ્ર શાસિત પ્રદેશની આ 26 બેઠકોમાં રાજૌરી અને પૂંચ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ પહેલા રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ત્રણ રાજવંશોએ આ રાજ્યને પોકળ કરી નાખ્યું છે. હવે આ ચૂંટણી અહીંનું ભવિષ્ય બદલી નાખશે. આવનારો સમય જમ્મુ-કાશ્મીરમાં વિકાસના પવનની ગાથા લખશે.