શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, 2 ડિસેમ્બર 2024 ના રોજ, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, શ્રીનગરના હરવાનમાં આર્મી અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન જ્યારે સુરક્ષા દળો શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધ્યા ત્યારે આતંકીઓએ ગોળીબાર કર્યો. આ દરમિયાન સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ રીતે બંને વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. આ ફાયરિંગમાં એક આતંકી માર્યો ગયો હતો.
આ વિસ્તારમાં કેટલા આતંકીઓ ફસાયા છે તેની માહિતી મળી નથી. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે એન્કાઉન્ટર સ્થળ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર દચીગામના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
તમને જણાવી દઈએ કે, ગયા મહિને જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. સુરક્ષા દળોએ સોપોરના રામપુરા રાજપુરા જંગલ વિસ્તારમાં ફસાયેલા એક આતંકીને ઠાર કર્યો છે. જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
- PM નરેન્દ્ર મોદીએ સંસદમાં જોઈ 'ધ સાબરમતી રિપોર્ટ' ગોધરાકાંડ પર આધારિત છે આ ફિલ્મ