ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

Updated : 45 minutes ago

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી અપડેટ્સ: આજે 40 બેઠકો પર અંતિમ તબક્કાનું મતદાન, સવારે 11 વાગ્યા સુધી 28.12 ટકા મતદાન - JK ASSEMBLY ELECTION 2024

આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાનું 40 બેઠકો પર મતદાન થશે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Etv Bharat Graphics)

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે આજે મતદાન છે. કેન્દ્રશાસિત પ્રદેશની 40 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ તમામ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તબક્કામાં 39.18 લાખ મતદારો તેમના ઉમેદવારોને પસંદ કરશે. 415 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ખીણની 16 બેઠકો માટે 202 ઉમેદવારો મેદાનમાં છે. જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં 5,060 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

સવારે 9 વાગ્યા સુધી 11.60 ટકા મતદાન થયું: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી 11.60 ટકા મતદાન થયું હતું. મતદાનથી લોકો ખુશ છે. બાંદીપુરમાં 11.64 ટકા, બારામુલ્લામાં 8.89 ટકા, જમ્મુમાં 11.46 ટકા, કઠુઆમાં 13.09, કુપવાડામાં 11.27, સાંબામાં 13.31 અને ઉધમપુરમાં 14.23 ટકા મતદાન થયું હતું.

પીએમ મોદીએ મતદારોને મતદાન કરવાની અપીલ કરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાનને લઈને મતદારોને અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, 'જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનનો ત્રીજો અને છેલ્લો તબક્કો છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના પર્વને સફળ બનાવવા આગળ આવીને પોતાનો મત આપે. મને વિશ્વાસ છે કે જે યુવાઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તે ઉપરાંત મતદાનમાં મહિલા શક્તિની પણ વધુ ભાગીદારી હશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતદાન કરવાની અપીલ કરી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને છેલ્લા તબક્કાની ચૂંટણીને લઈને લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું, 'જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા અને છેલ્લા તબક્કાની ચૂંટણી છે. યાદ રાખો, આ ચૂંટણી રાજ્યના સ્વાભિમાન માટેની ચૂંટણી છે, રાજ્યના લોકોના અધિકાર માટેની ચૂંટણી છે. તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મોટી સંખ્યામાં તેમના ઘરની બહાર આવે અને I.N.D.I.A.ને મત આપે. I.N.D.I.A. તમારા દ્વારા આપવામાં આવેલ દરેક મત જમ્મુ-કાશ્મીરના ભવિષ્યનો પાયો સુરક્ષિત કરશે અને તમને તમારા અધિકારો માટે લડવાની તાકાત આપશે.

ગુલામ નબી આઝાદે કહ્યું- બેરોજગારી મોટો મુદ્દો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ જમ્મુમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. આ અવસર પર ગુલામ નબી આઝાદે કહ્યું, '10 વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે, બધા જાણે છે કે કલમ 370 અને અન્ય તમામ મુદ્દાઓ છે. છેલ્લા 10 વર્ષના વર્તમાન પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે. મને લાગે છે કે મારા મતે સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ ઘરની બહાર આવીને મતદાન કરે. જે રાજકીય પક્ષ સત્તામાં આવે છે તેણે મુદ્દાઓ ઉકેલવા જોઈએ. હું કોઈ પક્ષની વિરુદ્ધ કે તરફેણમાં નહીં બોલીશ. મતદારો નક્કી કરશે કે (બહુમતી) કોઈ એક પક્ષને આપવામાં આવશે કે નહીં.

અપડેટ ચાલું છે....

Last Updated : 45 minutes ago

ABOUT THE AUTHOR

...view details