શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું.
શું કહ્યું ખડગેએ ?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું 83 વર્ષનો છું, હું એટલું જલ્દી મૃત્યુ પામવાનો નથી. જ્યાં સુધી પીએમ મોદીને સત્તા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ.
PM મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતના યુવાનોને શું આપ્યું : ખડગે
ભાજપ પર નિશાન સાધતા ખડગેએ વધુમાં કહ્યું કે તેઓ ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા નહોતા. જો તેઓ ઇચ્છતા હોય, તો તેઓ એક કે બે વર્ષની અંદર તેઓ કરી શક્યા હોત. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓ ચૂંટણી ઇચ્છતા તો હતા પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રિમોટ-કંટ્રોલ સરકાર ચલાવવા માંગતા હતા.
ભાજપના નેતાઓને પુછજો
પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી. શું તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો જે 10 વર્ષમાં તમારી સમૃદ્ધિ પાછી ન લાવી શકે? જો ભાજપનો કોઈ નેતા તમારી સામે આવે તો તેને પૂછો કે તે પ્રગતિ લાવ્યા કે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી અને તેમની તબિયત વિશે જાણકારી લીધી.
- 'મારી છેલ્લી ચૂંટણી રેલી'- PM મોદીએ JKમાં કહ્યું, પૂર્ણ બહુમતથી આવી રહી છે ભાજપ સરકાર - JK Assembly Election 2024
- શ્રીનગરમાં રાહુલ ગાંધીની ગર્જના, જમ્મૂ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું - JK Assembly Election 2024