ગુજરાત

gujarat

ETV Bharat / bharat

X પર બે લાખથી વધુ ફૉલોઅર્સ, સિંઘમ જેવી છાપ, આ IPS અધિકારી બન્યા CRPFના ડાયરેક્ટર જનરલ - IPS G P SINGH

વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે.

IPS અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ
IPS અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ (@gpsinghips)

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2025, 8:32 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શનિવારે વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી પર્સનલ મિનિસ્ટ્રીએ આપી છે. મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું છે કે સિંઘ, આસામ-મેઘાલય કેડરના 1991 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં આસામના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે સેવા આપી રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા તેમના નામની દરખાસ્ત કર્યાના થોડા દિવસો બાદ જ તેમની નિમણૂક કરવામાં આવી છે.

18 જાન્યુઆરીના રોજ બહાર પડાયેલા આદેશમાં, ડિરેક્ટર સાક્ષી મિત્તલે જણાવ્યું હતું કે, "કેબિનેટની નિમણૂક સમિતિએ જેપી સિંહને CRPFના મહાનિદેશક તરીકે પદભર ગ્રહણ કરવાની તારખીથી વેતન મેટ્રિક્સનું સ્તર-16માં નિયુક્ત કરવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમનો કાર્યકાળ 30 નવેમ્બર 2027ના તેમની નિવૃતીની તારીખ સુધી કે આગામી આદેશ જે પહેલો હોય તે મંજુર કરવામા આવ્યો છે.

IPS અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને CRPF મહાનિર્દેશક બનાવાયા (Etv Bharat)

વિતુલકુમાર પાસેથી ચાર્જ સંભાળશે

સિંઘ સીઆરપીએફના વિશેષ મહાનિર્દેશક વિતુલ કુમાર પાસેથી કાર્યભાર સંભાળશે, જેઓ હાલમાં ડીજી-સીઆરપીએફના પદનો કાર્યકારી ચાર્જ સંભાળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કેડરના 1993 બેચના IPS અધિકારી કુમારને ગયા વર્ષે 30 ડિસેમ્બરે DG-CRPFના પદનો કાર્યકારી ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેઓ 31 ડિસેમ્બર, 2024ના રોજ વર્તમાન ફોર્સ ચીફ અનીશ દયાલ સિંહની નિવૃત્તિ પર ચાર્જ સંભાળશે.

સિંઘ કડક પોલીસ અધિકારી

સિંઘ કડક પોલીસ અધિકારીની છબી ધરાવે છે. તેમણે SPG સાથે પણ કામ કર્યું છે. 2013 થી, તેઓ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)માં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર હતા, જ્યાં તેમણે ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કામ કર્યું હતું. તેમ છતાં તેમનો કાર્યકાળ નવેમ્બર 2020 માં પૂરો થવાનો હતો, પરંતુ નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ રાજ્યભરમાં ફાટી નીકળેલા હિંસક વિરોધને ડામવા માટે ડિસેમ્બર 2019 માં તેમને અચાનક ADGP (કાયદો અને વ્યવસ્થા) તરીકે પાછા આસામ મોકલવામાં આવ્યા હતા.

X પર લાખો ફૉલોઅર્સ

સ્પેશિયલ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) તરીકે, સિંહે આસામમાં તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી નિર્દેશક તરીકે પણ સેવા આપી હતી અને 2021માં રાજ્ય સરકાર દ્વારા રચાયેલ રાઇનો પ્રોટેક્શન ટાસ્ક ફોર્સનું નેતૃત્વ પણ કર્યું હતું. સિંઘ વરિષ્ઠ IPS અધિકારીઓમાંના એક છે જે સોશિયલ મીડિયા પર સક્રિય છે અને Instagram પર 214.7k ફોલોઅર્સ ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details