ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Free Trade Agreement : EFTA સાથે વેપાર કરાર પર ભારતે કર્યા હસ્તાક્ષર, 100 બિલિયન ડોલરનું FDI આવવાની અપેક્ષા - Free Trade Agreement

ચાર દેશોની પ્રાદેશિક વેપાર સંસ્થા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) હાલમાં મુક્ત વેપાર અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્યારે ભારતે EFTA સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા.

EFTA સાથે વેપાર કરાર પર ભારતે કર્યા હસ્તાક્ષર
EFTA સાથે વેપાર કરાર પર ભારતે કર્યા હસ્તાક્ષર

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 1:25 PM IST

નવી દિલ્હી :10 માર્ચ, રવિવારે ભારતે ચાર દેશોના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) બ્લોક સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારત-EFTA વેપાર કરાર પર બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ : યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) ચાર દેશોનું પ્રાદેશિક વેપાર સંગઠન છે, જેમાં આઇસલેન્ડ, લિક્ટનસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. જેનો હેતુ મુક્ત વેપાર અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. અગાઉના દિવસે, આઇસલેન્ડના વિદેશ પ્રધાન બજાર્ની બેનેડિક્ટ્સન અને લિક્ટનસ્ટાઇનના વિદેશપ્રધાન ડોમિનિક હાસ્લર શનિવારના રોજ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) પર હસ્તાક્ષર કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

EFTA રાષ્ટ્રો સાથેના કરારથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ભારતમાં 15 વર્ષમાં 100 બિલિયન ડોલરનું રોકાણ જોવા મળશે. -- પીયૂષ ગોયલ (કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન)

દિલ્હીમાં બેઠક : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પોસ્ટ કરતા કહ્યું કે, લિક્ટેંસ્ટાઇન મંત્રીની મુલાકાત બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યાપારી ભાગીદારીને વેગ આપશે. બેનેડિક્ટસનની મુલાકાત વેપાર અને રોકાણના ક્ષેત્રો સહિત ભારત-આઈસલેન્ડ સંબંધોને વધુ મજબૂત કરશે.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) પર હસ્તાક્ષર કરવામાં સામેલ વાટાઘાટકારોને અભિનંદન આપતા એક પત્રમાં કહ્યું કે, આ કરાર આપણા બધા માટે વધુ સમૃદ્ધ ભવિષ્ય તરફના આપણા રાષ્ટ્રોની યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત કરે.

આ કરારના પરિણામે ભારતમાં વધુ FDI અને નવીન ટેકનોલોજીનો પ્રવાહ આવશે, જે દેશમાં ઉત્પાદનને વેગ આપશે અને વધુ નોકરીઓનું સર્જન કરશે. --ગાય પરમેલિન (ઇકોનોમિક અફેર્સ પ્રધાન, સ્વિટ્ઝરલેન્ડ)

EFTA-ભારત જોડાણ : EFTA અને ભારતે 15 વર્ષ પહેલાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કર્યો હતો અને વાટાઘાટોના 20 રાઉન્ડ પછી આ સોદો આખરે બંધ થઈ ગયો હતો. છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને EFTA એ તેમની જોડાણને નોંધપાત્ર રીતે વધુ તીવ્ર બનાવી છે. જે TEPA વાટાઘાટોના વહેલા નિષ્કર્ષને હાંસલ કરવા માટે બંને પક્ષોની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

  1. PM Modi All Nahyan Discusses : પીએમ મોદી અને અલ નાહ્યાને વાણિજ્યિક સહયોગને મજબૂત કરવા ચર્ચા કરી
  2. Election Commissioner Arun Goel: મુખ્ય ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું, લોકસભા ચૂંટણી પહેલાં મોટો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details