નવી દિલ્હીઃઆવકવેરા વિભાગમાં નોકરીની શોધમાં અહીં-ત્યાં ભટકતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ પ્રોસેસિંગ આસિસ્ટન્ટ ગ્રેડ B ની જગ્યાઓ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે. જે ઉમેદવારો આ પદોથી સંબંધિત લાયકાત ધરાવે છે. તેઓ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ, incometaxindia.gov.in દ્વારા અરજી કરી શકે છે.
આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોઈપણ ઉમેદવાર કે, જે આવકવેરા વિભાગની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે. તે નોટિફિકેશન જાહેર થયાના 30 દિવસની અંદર અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા આવકવેરા વિભાગમાં કુલ 08 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ બાબતો વાંચવી જોઈએ.
કોઈપણ ઉમેદવાર કે, જે આવકવેરા વિભાગની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.
પાત્રતા અને ઉંમર
- (a) કમ્પ્યુટર એપ્લિકેશન/કોમ્પ્યુટર સાયન્સ અથવા માસ્ટર ઓફ ટેકનોલોજી (M.Tech.) માં માસ્ટર ડિગ્રી (કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં વિશેષજ્ઞતા સાથે) અથવા માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર ટેકનોલોજીમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઑફ ટેક્નોલોજી.
- (b) (i) માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ અથવા તેની સમકક્ષ કમ્પ્યુટર સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિગ્રી.
- (ii) ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગમાં 2 વર્ષનો અનુભવ. જેમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો અનુભવ પણ શામેલ છે.
- (c) (i) કોઇ પણ માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તેની સમકક્ષમાંથી માસ્ટર ડિગ્રી, અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા તેની સમકક્ષમાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી.
- (ii) ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગમાં 3 વર્ષનો અનુભવ, જેમાં વાસ્તવિક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અનુભવનો સમાવેશ થાય છે.
- (d) (i) ઇલેક્ટ્રોનિક વિભાગમાં કમ્પ્યુટર અભ્યાસક્રમોના પ્રત્યાયન (DOEACC) પ્રોગ્રામ હેઠળ કક્ષાનો ડિપ્લોમા અથવા 'કોમ્પ્યુટરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા'
- (ii) ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગમાં 3 વર્ષનો અનુભવ, જેમાં વાસ્તવિક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અનુભવનો સમાવેશ થાય છે.
અરજદારો માટે મહત્તમ વય મર્યાદા 56 વર્ષ નક્કી કરવામાં આવી છે.
લિંક- આવકવેરા વિભાગ 2025 સૂચના
આ પણ વાંચો:
- ભારતમાં HMPV કેસમાં સતત વધારો, શું 5 નવા કેસ બાદ ચિંતા કરવી જોઈએ? જાણો
- નોકરીવાંચ્છુઓ આનંદો: CBSEમાં આવી ભરતી, ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક