ઝારખંડમાં મોટી ટ્રેન દૂર્ઘટના (ANI) સરાઈકેલા: ઝારખંડમાં એક ટ્રેન દૂર્ઘટના સર્જાય છે. હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ ટ્રેન દૂર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દૂર્ઘટના ચક્રધરપુર ડિવિઝનના બડાબમ્બો-રાજખારસાંવ રેલવે સ્ટેશન વચ્ચે સર્જાય છે, આ દૂર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જ્યારે 2 લોકોના મોત થયાં છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
હાવડા-મુંબઈ મેલ ટ્રેન નંબર 12810 મંગળવારે સવારે 4.30 વાગ્યે હાવડા-મુંબઈ રૂટ પર ચક્રધરપુર ડિવિઝનના બડાબમ્બો-રાજખારસાંવ રેલવે સ્ટેશન વચ્ચે પોટો બેડા ગામ નજીક અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનની ચાર જનરલ બોગી સિવાય અન્ય તમામ બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. આમાં ઘણા લોકો ઘાયલ થવાના અહેવાલ છે. વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ સેરાઈકેલા-ખારસાંવના ડેપ્યુટી કમિશનર રવિશંકર શુક્લા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે. રેલવે દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોને ચક્રધરપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
દૂર્ઘટના સમયે મોટાભાગના રેલ્વે મુસાફરો સૂઈ રહ્યા હતા. જેમાંથી કેટલાક ઘટના બાદ બોગીમાંથી બહાર આવ્યા હતા. કેટલાક ત્યાં ફસાયેલા રહ્યા. જેમને બચાવવામાં આવી રહ્યા છે. હાલમાં ટ્રેન દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી.
- રાજસ્થાનના અલવરમાં ટ્રેન દૂર્ઘટના, માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ સેવા ખોરવાઈ - goods train coaches derailed
- ઉત્તરપ્રદેશના ગોંડામાં ટ્રેન દૂર્ઘટના, લોકો પાયલટે દૂર્ઘટના પહેલાં સાંભળ્યો હતો ધડાકાનો અવાજ - dibrugarh express derail