ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 9 લોકોના મોત, 30 જેટલા ઘાયલ - MAHARASHTRA BUS ACCIDENT

નાગપુરથી ગોંદિયા જતી બસ પલટી જતાં 9 લોકોના મોત થયા હતા અને ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. MAJOR BUS ACCIDENT IN GONDIA

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત
મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2024, 4:32 PM IST

ગોંદિયાઃ મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં શુક્રવારે બસ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. લગભગ 30 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સમાચાર મુજબ શિવશાહી રાજ્ય પરિવહન નિગમની બસ નાગપુરથી ગોદીન્યા આવી રહી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

આ બસ અકસ્માત ગોંદિયા-કોહમારા રાજ્ય ધોરીમાર્ગ પર ખજરી ગામ પાસે થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. દુર્ઘટનામાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ ભંડારાથી ગોંદિયા થઈ સાકોલી લાખણી તરફ જઈ રહેલી શિવશાહી બસની સામે અચાનક એક બાઇક આવી ગયું હતું. બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસના ચાલકે જોરદાર કટ મારી હતી, જેના કારણે બસ અસંતુલિત બનીને પલટી ગઈ. અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા.

અકસ્માત સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે રાહદારીઓએ પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. આ પછી પોલીસ અને એમ્બ્યુલન્સ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બસ અકસ્માત બાદ તુરંત જ અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. થોડી જ વારમાં ત્યાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. બસ પલટી ગયા બાદ ઘાયલોને અને અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમાચાર મુજબ ઘાયલોને સારવાર માટે ગોંદિયા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

અકસ્માત બાદ બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના પર રાજ્યના કાર્યવાહક ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું."

તેમણે લખ્યું, "જો આ ઘટનામાં ઘાયલ લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની જે પણ જરૂર તે તાત્કાલિક કરવાની સૂચના આપવામાં આવી છે. મેં ગોંદિયાના કલેક્ટરને પણ કહ્યું છે કે તેઓને જરૂર પડ્યે નાગપુર ખસેડવામાં આવે. વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું."

  1. દિલ્હીમાં જાપાની તાવનો પહેલો કેસ, નેપાળથી આવ્યો દર્દી, જાણો કેટલો ખતરનાક છે આ તાવ?
  2. મણિપુરમાં 13 દિવસથી બંધ શાળા-કોલેજો આજે ફરી ખુલશે, ઈન્ટરનેટ બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details