બસ્તર: છત્તીસગઢના અબુઝમાડમાં 23 મેના રોજ સુરક્ષા દળોએ ઓપરેશન જલ શક્તિ શરૂ કર્યું હતું જેમાં સૈનિકો જંગલોની અંદર છુપાયેલા નક્સલીઓના ઠેકાણા પર પહોંચ્યા હતા અને આ નક્સલી એન્કાઉન્ટરમાં 4 પુરુષ અને 4 મહિલા નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર 24 કલાકથી વધુ ચાલ્યું, એન્કાઉન્ટર પછી જવાનોએ નક્સલીઓના મૃતદેહ અને તેમની પાસેથી મળી આવેલા હથિયારો, વિસ્ફોટકો અને અન્ય સામગ્રીને પોતાના ખભા પર કેમ્પમાં લઈ ગયા હતા.
ETVની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર:આ ઘટનાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે, ETV ભારતની ટીમ 200 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને અબુઝમાડના જંગલમાં પહોંચી હતી. રસ્તાની વચ્ચોવચ, મોટરસાઇકલથી, બસ્તરની જીવાદોરી, ઇન્દ્રાવતી નદીને નાની નાવડીથી ઓળંગી. જંગલ પર્વતમાળામાંથી લગભગ 200 ફૂટની ઉંચી ડુંગરીને પસાર કર્યા પછી, અમારી ટીમ ત્યાં પહોંચી જ્યાં સૈનિકોનું નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી અને ETV ભારતની ટીમે એન્કાઉન્ટર સ્થળની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી. ઘટના સ્થળે હાજર વૃક્ષો એ દિવસે શું બન્યું હતું તેની સાક્ષી આપતા હતા.
વૃક્ષો અને ખડકોએ આપી સાક્ષી: એન્કાઉન્ટર સ્થળ પર ઝાડ પર બુલેટના નિશાન હતા. ગોળીના ખાલી ખોખા એ બતાવી રહ્યા હતા કે કેવી રીતે બંન્ને તરફ ફાયરિંગ થયું હતું. પથ્થરો પર લોહીના ડાઘ અને વિખરાયેલા ચીજવસ્તુઓ જાણે કહી રહ્યું હોય કે, સૈનિકોએ કેવી રીતે નક્સલીઓને ઘેર્યા હતા. તમને જણાવી દઇએ કે, આ વિસ્તાર ચારે બાજુ ટેકરીઓથી અને પહાડોથી ઘેરાયેલો છે. ત્રણેય જિલ્લાના સૈનિકો નક્સલવાદીઓને ઘેરી લેતા સ્થળ પર પહોંચ્યા હતા. જેથી કોઈ પણ જગ્યાએથી ભાગી ન શકે તે દરમિયાન રસ્તામાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
કેવી રીતે મળી માહિતી?: અબુઝમાડના જંગલમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી એક બાતમીદાર પાસેથી મળી હતી. આ માહિતી બાદ દંતેવાડા, બીજાપુર અને નારાયણપુરના સુરક્ષા દળોને 21મીએ લોકેશન ફિક્સ કરીને રવાના કરવામાં આવ્યા હતા. નારાયણપુર, દંતેવાડા અને બીજાપુરના સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓની ઈન્દ્રાવતી એરિયા કમિટીના મોટા નેતા દીપક, કમલા, સપના ઉર્ફે સપનક્કા પ્લાટુન નંબરનો કમાંડર મલ્લેશ સહિત 50 થી 60 નક્સલવાદીઓ હોવાની માહિતી મળી હતી, તેમના માટે ફોર્સ ઓપરેશન જલ શક્તિ શરૂ કરવામાં આવ્યું હતું .
ઓપરેશન જલ શક્તિએ પોતાની તાકાત બતાવી: 1000 સૈનિકોને અબુઝમાડના જંગલોમાં મોકલવામાં આવ્યા. સુરક્ષાદળોની ટીમ 23મીએ સવારે ત્રણેય જિલ્લાના સરહદી વિસ્તારોમાં પહોંચી હતી. ત્યાર બાદ અબુઝમાડના રેકાવાયામાં નક્સલવાદીઓ સાથે સામસામે થયા હતા. એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 7 નક્સલીઓને ઠાર કર્યા હતા. પરત ફરતી વખતે STFના જવાનો સાથે નક્સલવાદીઓની ફરી અથડામણ થઈ હતી. આ વખતે નક્સલિઓની ટીમની મહિલા લીડર જવાનોની ગોળીઓનો શિકાર બની હતી. સુરક્ષા દળોએ કુલ 8 નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી 8 શસ્ત્રો, 7 BGL સેલ તેમજ મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી, ટિફિન બોમ્બ, કુકર બોમ્બ અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ જપ્ત કરી છે.
આત્મસમર્પણ કરો અથવા માર્યા જાઓઃ તમને જણાવી દઈએ કે ,વર્ષ 2024ની શરૂઆતથી જ બસ્તર ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં સતત નક્સલવાદી એન્કાઉન્ટર થઈ રહ્યા છે. આ એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના મોટા લીડર્સ માર્યા ગયા છે. અબુઝમાડના 4 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને નક્સલવાદીઓ માટે સુરક્ષિત ગણવામાં આવે છે. હવે એક નવી વ્યૂહરચના હેઠળ દળ દ્વારા કબજે કરવામાં આવી રહ્યું છે, ધીમે-ધીમે કેમ્પ લગાવીને નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન, સરકાર આ સંદેશ પણ આપવા માંગે છે કે કાં તો તમે આત્મસમર્પણ કરો અથવા મરવા માટે તૈયાર થઇ જાઓ
- સવાઈ માનસિંહ હોસ્પિટલના તબીબોએ એક જટિલ ઓપરેશન કરીને દર્દીના પેટમાંથી નખ, સોય અને સિક્કા ભારે માત્રામં બહાર કાઢ્યા - COMPLEX SURGERIES AT SMS HOSPITAL
- મધ્યપ્રદેશમાં ગરમીએ મચાવ્યો આતંક, ઝાડ પરથી ચામાચીડિયા ટપોટપ જમીન પર પડ્યાં - heat havoc in mp