ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હેપી બર્થ ડે લીટલ માસ્ટર...આજે સુનીલ ગવાસ્કરનો 75મો જન્મ દિવસ છે - Sunil Gavaskar 75th Birthday - SUNIL GAVASKAR 75TH BIRTHDAY

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સુનીલ ગાવસ્કર આજે 75 વર્ષના થયા છે. BCCI સેક્રેટરી જય શાહ અને ક્રિકેટર્સે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 7:42 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર બુધવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. 10 જુલાઈ, 1949ના રોજ જન્મેલા ભારતીય ક્રિકેટમાં લિટલ માસ્ટરના નામે ઓળખાતા આ લીવીન્ગ લીજેન્ડ આજે 75 વર્ષના થયા છે. BCCI સહિત અનેક મહાન ખેલાડીઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ શેર કરતી વખતે, BCCIએ લખ્યું, 1983 વર્લ્ડ કપ વિજેતા અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટિંગ લીજેન્ડ સુનીલ ગાવસ્કરને જન્મદિવસની શુભેચ્છા. આ સાથે બીસીસીઆઈએ તેમનો શાનદાર સ્કોર અને રેકોર્ડ્સ પણ રજૂ કર્યા છે.

સુનીલ ગાવસ્કરના નામે 233 આંતરરાષ્ટ્રીય મેચોમાં 13,214 રન છે. આ સાથે ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. આ સિવાય BCCI સેક્રેટરી જય શાહે પણ તેમને અભિનંદન પાઠવતા લખ્યું, 'હેપ્પી બર્થડે સુનીલ ગાવસ્કર, તમારી બેટિંગ ટેકનિક એટલી શાનદાર હતી કે તમે આક્રમક અને સંરક્ષણાત્મક બંને રીતે સમાન રમી શકતા હતા.આપનું આગળનું વર્ષ સરસ રહે.

16 વર્ષથી વધુની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, ગાવસ્કરે 125 ટેસ્ટ અને 108 વનડે રમી છે. જેમાં તેમની વનડેમાં 51.12 અને ટેસ્ટમાં 35.13ની એવરેજ છે. આ સાથે તેમણે ઈંગ્લેન્ડમાં 1983માં વનડે વર્લ્ડ કપ પણ જીત્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 35 સદી ફટકારી છે. જેમાં ટેસ્ટમાં 34 સદી અને વનડેમાં માત્ર એક સદી છે. આ સિવાય તેના નામે 72 અડધી સદી પણ છે. તેમણે 1980ના દાયકાની શરૂઆત સુધી કેટલીક મેચીસમાં કેપ્ટનશિપ પણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details