ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1984 શીખ વિરોધી રમખાણો: સજ્જન કુમારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી - SAJJAN KUMAR

1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહાર કેસમાં કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી.

સજ્જન કુમારને  કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
સજ્જન કુમારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2025, 2:45 PM IST

Updated : Feb 25, 2025, 7:02 PM IST

નવી દિલ્હી: 1984ના સિખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહાર કેસમાં મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે 12 ફેબ્રુઆરીએ જ સજ્જન કુમારને દોષિત જાહેર કર્યા છે.

આ કેસમાં CBI અને ફરિયાદીએ સજ્જન કુમારને ફાંસીની સજાની માંગ કરી હતી. મામલો 1 નવેમ્બર, 1984નો છે, જેમાં પશ્ચિમ દિલ્હીના રાજ નગરમાં સરદાર જસવંત સિંહ અને સરદાર તરુણ દીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. સાંજે લગભગ 4-30 વાગ્યે, તોફાનીઓના ટોળાએ રાજ નગર વિસ્તારમાં પીડિતોના ઘર પર લોખંડના સળિયા અને લાકડીઓ વડે હુમલો કર્યો. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, આ ટોળાનું નેતૃત્વ સજ્જન કુમાર કરી રહ્યા હતા, જે તે સમયે આઉટર દિલ્હી લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ હતા.

ફરિયાદ અનુસાર, સજ્જન કુમારે ટોળાને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા, ત્યારબાદ ટોળાએ સરદાર જસવંત સિંહ અને સરદાર તરુણ દીપ સિંહને જીવતા સળગાવી દીધા હતા. ટોળાએ પીડિતોના ઘરોમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી પણ કરી હતી. તત્કાલિન રંગનાથ મિશ્રાના નેતૃત્વ હેઠળના તપાસ પંચ સમક્ષ ફરિયાદીએ આપેલા સોગંદનામાના આધારે, ઉત્તર જિલ્લાના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપો મૂકવામાં આવ્યા હતા.

  1. ભડકાઉ ભાષણ મામલે ભરાયા ભાજપના નેતા, પોલીસ કસ્ટડીમાં મોકલાયા
  2. 'તે ફ્રી બજાર છે', સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટના ભાવને નિયંત્રિત કરવાની અરજી ફગાવી દીધી
Last Updated : Feb 25, 2025, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details