કેંદુઝાર: ઓડિશાના કેંદુઝાર જિલ્લામાં બુધવારે રાત્રે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મૃત્યું થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ઓડિશાના કેંદુઝરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, એકજ પરિવારના 6 લોકોનાં મોત - Fatal accident in Kenduzar - FATAL ACCIDENT IN KENDUZAR
રાત્રે લગભગ 9 વાગ્યે કાર અને બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પહેલા 6 મુસાફરોથી ભરેલી કારે પાછળથી એક ટ્રકને ટક્કર મારી હતી. ત્યારબાદ કારની પાછળ આવતી અન્ય એક ટ્રકે કારને ટક્કર મારી હતીઆ દુર્ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. Fatal accident in Kenduzar

Published : May 16, 2024, 10:28 AM IST
મળતી મહિતીઓના અનુસાર, કેંદુઝારમાં ચંપુઆ પોલીસ સ્ટેશન હેઠળના રિમુલી બાયપાસ માર્ગ પર રાત્રે લગભગ 9 વાગ્યે કાર અને બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 6 મુસાફરો સવાર એક કારે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ કારની પાછળ આવતી અન્ય એક ટ્રકે કારને ટક્કર મારી હતી, જેના પરિણામે કારમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે તમામ મૃતકો એક જ પરિવારના હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ ગેસ કટરનો ઉપયોગ કરીને કચ્ચરઘાણ વળી ગયેલી કારમાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. તમામ મૃતકો બરબીલ ખાતે ભદ્રસાહીના રહેવાસી હતા. તેઓ કેંદુઝારના બંસપાલ બ્લોકના તારમાકાંતા વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.