દેહરાદૂન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2024 પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાઓને અભાવે યાત્રિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આવે વખતે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેમના કાર્યકાળ dદરમિયાન શરૂ કરેલા ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે દેવસ્થાનમ બોર્ડ હવે કેવી રીતે કામ કરશે.
ચારધામ યાત્રા 2024માં અંધાધૂંધી વચ્ચે લોકો પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર રાવતે બનાવેલા દેવસ્થાનમ બોર્ડને યાદ કરી રહ્યા છે. (ETV Bharat Gujarat) દેવસ્થાનમ બોર્ડની યાદ કેમ આવી? ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં તીર્થયાત્રીઓના ભારે ઘસારાને લીધે આજે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું હતું. હરિદ્વારથી સોનપ્રયાગ સુધી ઘણી જગ્યાએ મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી છે. સરકાર અને પર્યટન વિભાગ દ્વારા જરૂરી તૈયારીઓના અભાવ મુસાફરોને પડતી સમસ્યા માટે જવાબદાર છે. આ સ્થિતિમાં ચારધામ યાત્રાના વધુ સારા સંચાલન માટે દેવસ્થાનમ બોર્ડનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડને અગાઉ ભાજપ સરકારના માજી મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચારધામ યાત્રા અંગેના મોટા સુધારા કર્યા હતા. પરંતુ સદીઓથી એક જ તર્જ પર ચાલતી વ્યવસ્થાઓમાં ફેરફાર જોયા પછી તેનો વિરોધ થયો. ત્રિવેન્દ્ર સિંહ રાવતે જ્યારે તેઓ સીએમ હતા ત્યારે વિપક્ષનું વર્ચસ્વ ઊભું થવા દીધું નહોતું. તેઓ મુખ્યમંત્રી પદ પરથી ઉતરતા જ સૌથી પહેલા દેવસ્થાનમ બોર્ડનું વિસર્જન કરવામાં આવ્યું.
ચારધામ યાત્રા માટે દેવસ્થાનમ બોર્ડ લાવવામાં આવ્યુંઃ આજે જ્યારે ચારધામ યાત્રા દરમિયાન અરાજકતા ફેલાઈ છે ત્યારેં દેવસ્થાનમ બોર્ડ કેવી રીતે કામ કરશે? ETV ભારતે આ અંગે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર રાવતે કહ્યું કે દેવસ્થાનમ બોર્ડ એ ભવિષ્યનું વિઝન છે.
તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં જે રીતે તમામ હવામાનમાં રસ્તાઓ, રેલ્વે લાઈનો, એર કનેક્ટિવિટી વગેરેનો વિકાસ કરવામાં આવ્યો છે, તેનાથી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે આવનારા સમયમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને ધસારો વધશે. એ ટાણે શક્ય છે કે 2025માં ઉત્તરાખંડ આવનારા પ્રવાસીઓની સંખ્યા 1 કરોડ સુધી પહોંચે.
ખબર નથી કે સરકારે દેવસ્થાનમ બોર્ડનું વિસર્જન શા માટે કર્યું?: પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે દેવસ્થાનમ બોર્ડના દૂરગામી પરિણામો જોઈને રાજ્યની જનતાએ પણ તેનું મોટા પાયે સ્વાગત કર્યું હતું, પરંતુ ખબર નથી કયા કારણો હતા કે અમારી સરકારે આ દેવસ્થાનમ બોર્ડનું વિસર્જન કર્યું.
ત્રિવેન્દ્ર રાવતે કહ્યું કે તેઓ હજુ પણ માને છે કે ઉત્તરાખંડ આવતા દરેક શ્રદ્ધાળુની યાત્રા સુખદ અને વ્યવસ્થિત બનાવવી એ સરકારની ફરજ છે. ચારધામની યાત્રાએ આવનાર દરેક યાત્રિકો સલામતી અનુભવે તે માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.
દેવસ્થાનમ બોર્ડ હોત તો શું થાત?: જો આપણે ચારધામ યાત્રાની વર્તમાન પરિસ્થિતિઓ અને દેવસ્થાનમ બોર્ડની કાર્યપ્રણાલીની તુલના કરીએ તો શું કોઈ ટેકનિકલ તફાવત છે? આ અંગે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કહ્યું કે સરકાર અને શાસનમાં કોઈપણ કામ કરવા માટે એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તે ચોક્કસ છે કે તે પ્રક્રિયા ધીમી છે.
જો દેવસ્થાનમ બોર્ડ હોત, તો તે સંપૂર્ણપણે યાત્રાને સમર્પિત હોત અને યાત્રા કેવી રીતે ચલાવવી જોઈએ, મુસાફરોને સલામત વાતાવરણ કેવી રીતે પૂરું પાડવું જોઈએ અને યાત્રા વ્યવસ્થાપન વગેરે મુદ્દે ઝડપી ગતિએ કામ કર્યું હોત. તેમણે કહ્યું કે બોર્ડમાં તમામ કામ ઝડપી ગતિએ થાય છે અને તે ચોક્કસ હેતુ માટે જ તેની રચના કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે દેવસ્થાનમ બોર્ડ લાવતા પહેલા દેશના અન્ય ધાર્મિક સ્થળોનો પણ સર્વે કરવામાં આવ્યો હતો. ત્યાં આપણી પરંપરાઓ સાથે જોડાયેલી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હતું, પરંતુ હવે પ્રવાસન વિભાગ મુસાફરોનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યું છે. જ્યારે, વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને વિભાગો વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ નજરે પડે છે. આ જ કારણ છે કે યાત્રા વ્યવસ્થિત રીતે ચાલી રહી નથી.
દેવસ્થાનમ બોર્ડનો કોઈ વિરોધ ન હતો, તે માત્ર એક ભૂલ હતીઃ દેવસ્થાનમ બોર્ડના વિસર્જન અંગે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે રાજ્યમાં દેવસ્થાનમ બોર્ડનો વિરોધ થયો તે માત્ર એક ભૂલ હતી. દેવસ્થાનમ બોર્ડની રચના થયાના દોઢ વર્ષ સુધી કોઈપણ પ્રકારનો વિવાદ થયો ન હતો. રાજ્યના તમામ લોકોએ તેનું દિલથી સ્વાગત કર્યું, પરંતુ તેમ છતાં તે મુખ્યમંત્રી પદ પરથી હટી જતાં તેનું વિસર્જન થઈ ગયું.
તેમને લાગે છે કે કદાચ દેવસ્થાનમ બોર્ડમાં અગર કોઈ ખામી રહી ગઈ હતી તો તે મુદ્દે લોકો સાથે જે વાતચીત થવી જોઈતી હતી. તેમણે કહ્યું કે જ્યારે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ મોટા નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે અંગત હિતોને વધુ મહત્વ આપવાની જરૂર હોતી નથી. દેવસ્થાનમ બોર્ડમાં કોઈના અધિકારો અંગે કોઈ જોગવાઈ નહોતી. તેમાં દસ્તુરાન બનાવીને જોગવાઈ કરવામાં આવી હતી, જેમાં તમામ પરંપરાઓને સમાવી લેવામાં આવી હતી.
તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા ઉદાહરણો છે. દેશના તમામ મોટા ધાર્મિક સ્થળો પર સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે, બોર્ડ બન્યા બાદ તેમાં મોટા ફેરફારો થયા છે. વ્યવસ્થામાં સુધારો થયો છે અને ઘણી યુનિવર્સિટીઓ, હૉસ્પિટલો અને ધાર્મિક કાર્યો આ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. કારણકે આ હિંદુ ધાર્મિક સ્થળ માટેનું બોર્ડ છે, તેથી સનાતન ધર્મ અને હિંદુ ધર્મ માટે જ કાર્ય કરવાનું હતું.
ત્રિવેન્દ્રએ મુસાફરીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી: પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે આજે જે રીતે સોશિયલ મીડિયા અને વિવિધ સમાચારો દ્વારા મુસાફરોની સ્થિતિ વિશે માહિતી મળી રહી છે તે ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે મુસાફરી ઉપર મહત્તમ ધ્યાન આપવાની જરૂર છે. આ પણ આપણી આપણા રાજ્ય પ્રત્યેની વફાદારીનો પ્રશ્ન છે.
- અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદી ઝડપાવા મામલે કોંગ્રેસે કાઢી સીએમ અને ગૃહ ખાતાની બરાબરની ઝાટકણી - 4 ISIS terrorists arrested
- પાછલા 89 વર્ષથી જૂનાગઢનું સાર્વજનિક છાસ કેન્દ્ર 500 પરિવારની ગરમીમાં ઠારે છે આંતરડી - FREE BUTTERMILK DISTRIBUTION