નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 સમગ્ર દેશમાં 7 તબક્કામાં થઈ રહી છે. નેટીઝન્સ પણ આ ચૂંટણી સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઘણી પાર્ટીઓ સોશિયલ મીડિયાને પ્રચાર માધ્યમ બનાવ્યું છે. આ દરમિયાન એવા સમાચાર છે કે એલોન મસ્ક દ્વારા સંચાલિત X કોર્પે ભારતમાં 26 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે 1,84,241 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંના મોટાભાગના એકાઉન્ટ્સ બાળ જાતીય દુર્વ્યવહાર અને બિભત્સતાને પ્રોત્સાહન આપતા હતા.
એલન મસ્કની કંપની Xએ ભારતમાં 1.8 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ ? - X Banned 1 Lakh Accounts - X BANNED 1 LAKH ACCOUNTS
લોકસભા ચૂંટણી દરમિયાન એલન મસ્કની કંપની એક્સે ભારતમાં 1.8 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Elon Musk X Banned More than One Lakh Accounts Policy Violations India April 2024
Published : May 11, 2024, 8:51 PM IST
માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ એકસે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા 1,303 એકાઉન્ટ્સ પણ દૂર કર્યા છે. એકંદરે X એ આ સમયગાળા દરમિયાન 1,85,544 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. X એ નવા IT નિયમો, 2021ના પાલન માટે આમ કર્યુ હોવાનો ખુલાસો તેના માસિક અહેવાલમાં કર્યો છે. ફરિયાદ નિવારણ ફોરમમાં પણ આ જ સમયગાળામાં ભારતના યુઝર્સ તરફથી 18,562 ફરિયાદો મળી છે.
આ સિવાય કંપનીએ 118 ફરિયાદો પર કાર્યવાહી કરી છે. તેમજ કેટલાક યુઝર્સે એકાઉન્ટ સસ્પેન્શન વિરુદ્ધ અપીલ કરી હતી. આ મામલે કંપનીએ કહ્યું કે, પરિસ્થિતિની વિશિષ્ટતાઓની સમીક્ષા કર્યા પછી અમે આમાંથી 4 એકાઉન્ટ્સનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. બાકીના રિપોર્ટ કરેલા એકાઉન્ટ્સ સસ્પેન્ડ રહેશે. અમને આ રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન એકાઉન્ટ્સ વિશે સામાન્ય પ્રશ્નો માટે 105 અરજીઓ મળી છે. ભારતમાંથી મોટાભાગની ફરિયાદો પ્રતિબંધોના ઉલ્લંઘન (7,555), ત્યારપછી દ્વેષપૂર્ણ આચરણ (3,353), સંવેદનશીલ પુખ્ત સામગ્રી (3,335) અને દુરુપયોગ-સતામણી (2,402) વિશે હતી. તેથી એલોન મસ્ક દ્વારા સંચાલિત X કોર્પે ભારતમાં 26 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે 1,84,241 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાંના મોટાભાગના એકાઉન્ટ્સ બાળ જાતીય દુર્વ્યવહાર અને બિભત્સતાને પ્રોત્સાહન આપતા હતા.