ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Electoral Bonds Case SC Hearing: SBIને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આવતીકાલ સુધીમાં ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા આદેશ

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBIની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને આવતીકાલ એટલે કે મંગળવાર સુધીમાં માહિતી આપવાનો આદેશ આપ્યો છે.

Electoral Bonds Case SC Hearing
Electoral Bonds Case SC Hearing

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 11:49 AM IST

Updated : Mar 11, 2024, 12:29 PM IST

નવી દિલ્હીઃનવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરવા માટે 30 જૂન સુધીનો સમય વધારવાની માગણી કરતી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે SBIને 12 માર્ચે કામકાજના કલાકો પૂરા થતાં સુધીમાં ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું.

  • સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને લગતી SBIની અરજી ફગાવી દીધી
  • એસબીઆઈએ ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી શેર કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવાની માંગ કરી હતી.
  • સુપ્રીમ કોર્ટે એસબીઆઈને મંગળવાર સુધીમાં બોન્ડ સંબંધિત માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો
  • SBIએ 5 માર્ચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
  • CJIની આગેવાનીમાં પાંચ સભ્યોની બેન્ચે આ ચુકાદો આપ્યો

સુપ્રીમ કોર્ટ ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં SBIની અરજી પર સુનાવણી કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે બેંકને ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરવા માટે વધારાના સમયની જરૂર છે. SBIએ ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવાની માંગ કરી છે. SBI એ વિગતવાર માહિતી આપવી પડશે કે કયા રાજકીય પક્ષો દ્વારા કેટલા પૈસા રોકડ કરવામાં આવ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ એક અલગ અરજી પર પણ સુનાવણી કરશે. જેમાં SBI સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે SBIએ 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત દાનની માહિતી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઇ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા.

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી:

તમને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરીના રોજ એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ઉપરાંત, SBIને દાતાઓ અને તે મેળવનાર પક્ષકારો વિશે માહિતી આપવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. SBIને 12 એપ્રિલ, 2019થી ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની વિગતો 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

  1. 15 માર્ચ સુધી બે ચૂંટણી કમિશનરની થઈ શકે છે નિમણૂક, રાજીવ કુમાર અને અરુણ ગોયલ વચ્ચે વિવાદના સમાચાર વચ્ચે વિપક્ષના પ્રહાર
  2. Lokpal chairperson : સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ ન્યાયધીશ ખાનવિલકરે લોકપાલ અધ્યક્ષ તરીકે શપથ લીધા, ઘણા ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા
Last Updated : Mar 11, 2024, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details