લખનઉઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદને EDએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. 15 ફેબ્રુઆરીએ લખનઉ સ્થિત EDના ઝોનલ હેડક્વાર્ટરમાં લુઈસ ખુર્શીદને બોલાવવામાં આવી છે. બરેલીની સાંસદ અને ધારાસભ્ય કોર્ટે 2 દિવસ પહેલા લુઈસ ખર્શીદ સામે બિન જામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કર્યું છે. હવે ઈડીએ સમન્સ ફટકારતા ખુર્શીદ પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.
વર્ષ 2009-10માં કેન્દ્ર સરકારે લુઈસ ખુર્શીદના ડૉ. ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટને વિકલાંગ લોકોને કૃત્રિમ અંગો અને સાધનોનું વિતરણ કરવા માટે લગભગ 71 લાખ રૂપિયાની સબસિડી આપી હતી. આ મામલામાં બરેલી, બુલંદશહેર, શાહજહાંપુર સહિત અનેક જિલ્લામાં છેતરપીંડીના કેસીસ નોંધવામાં આવ્યા હતો.
ટ્રસ્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર લુઈસ ખુર્શીદ અને સેક્રેટરી મોહમ્મદ અતહર ફારૂકીને કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ટ્રસ્ટે 17 જિલ્લાઓમાં કેમ્પ યોજીને વિકલાંગોને કૃત્રિમ અંગો અને સાધનોનું વિતરણ કરવાનું હતું. જેમાં ગેરરીતી આચરવામાં આવી હોવાનો આરોપ છે. ઘણા જિલ્લાઓમાં ખાતાકીય અધિકારીઓની સીલ અને સહીઓ બનાવટી કરીને સરકારી નાણાંની ઉચાપત કરવાના આક્ષેપ પણ થયા છે.
સરકારે આ સમગ્ર મામલાની તપાસ EOWને સોંપી હતી. આ સિવાય EDએ પોલીસમાં નોંધાયેલા કેસના આધારે ટ્રસ્ટ અને તેના અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. આ કેસમાં ઈડીએ લુઈસ ખુર્શીદને નોટિસ આપીને સમન્સ પાઠવ્યા છે. સલમાન ખુર્શીદ અને લુઈસ ખુર્શીદે તેને ચૂંટણી સાથે જોડીને કેન્દ્ર સરકાર પર સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
- ED Summoned Dheeraj Sahu: BMW કારના મામલામાં ED ધીરજ સાહુની પૂછપરછ કરી, દિલ્હીમાં હેમંત સોરેનના ઘરેથી લક્ઝરી ગાડી મળી આવી
- IFS Sushant Patnaik ED Raid : IFS ઓફિસર સુશાંત પટનાયકના ઘરે ED ના દરોડા, કરોડો રૂપિયા મળ્યા