ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પક્ષપાતના આરોપોને પગલે ચૂંટણી પંચે મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા - EC TRANSFERS DGP MAHARASHTRA

મુખ્ય સચિવને 5 નવેમ્બર બપોરે 1 વાગ્યા સુધીમાં નવા DGPની નિમણૂક માટે ત્રણ IPSની પેનલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. EC TRANSFERS DGP MAHARASHTRA

DGP રશ્મિ શુક્લા
DGP રશ્મિ શુક્લા (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 3:33 PM IST

Maharashtra election, મુંબઈઃ ચૂંટણી પંચે સોમવારે મહારાષ્ટ્રની DGP રશ્મિ શુક્લા (DGP Rashmi Shukla)ને હટાવી દીધા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે IPS અધિકારી વિપક્ષના પ્રત્યે સ્પષ્ટ પક્ષપાત કરે છે. ચૂંટણી પંચે તેમની તાત્કાલીક બદલી કરવાનો આદેશ કર્યો છે અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવને કેડરમાં આગામી સૌથી વરિષ્ઠ IPS અધિકારીને તેમની જવાબદારી સોંપવાનો આદેશ કર્યો છે.

આ ઉપરાંત, સૂત્રો અનુસાર, મુખ્ય સચિવને 5 નવેમ્બર બપોરે 1 વાગ્યા સુધી નવા DGP ની નિયુક્તિને લઈને ત્રણ IPS અધિકારીની પેનલ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. આ અગાઉ, મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે સમીક્ષા બેઠકો અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત દરમિયાન અધિકારીઓને ના ફક્ત નિષ્પક્ષ રહેવાની પણ ફેર ચૂંટણી માટે ચેતાવણી આપી હતી, પણ એ પણ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે તેમના કર્તવ્યોનું પાલન કરતા સમય તેમનું આચરણ બીન-પક્ષપાતી માનવામાં આવે.

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 મી નવેમ્બરે એક જ ચરણમાં ચૂંટણી થવાની છે. જેનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 15 ઓક્ટોબરે, ચૂંટણીની જાહેરાત પંચે કરી હતી. મહારાષ્ટ્રમાં કુલ મતદારોની સંખ્યા લગભગ 9.63 કરોડ છે.

આ પહેલા શુક્રવારે ચૂંટણી પંચે ઝારખંડ કેડરના સૌથી વરિષ્ઠ 1988 બેચના IPS અધિકારીને રાજ્યવના મુખ્ય સચિવ નિયુક્ત કરવા માટે ઝારખંડ સરકારના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો હતો.

આ પહેલા આયોગે પૂર્વ મુખ્ય સચિવ લલાબિયાક્તલુઆંગા ખિયાંગ્તેના કાર્યકાળને પાંચ મહિના વધારવાના પ્રસ્તાવને મંજુરી આપી હતી.

ગયા મહિને ચૂંટણી પંચે કેડરના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અજય કુમાર સિંહને ઝારખંડના DGP તરીકે નિયુક્ત કર્યા હતા. કમિશને કાર્યકારી DGP અનુરાગ ગુપ્તાને તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલા ત્રણ IPS અધિકારીઓની પેનલમાંથી સિંઘની પસંદગી કરવામાં આવી હતી. નોંધનીય છે કે 19 ઓક્ટોબર, 2024ના રોજ ચૂંટણી પંચની સૂચનાઓ બાદ, અનુરાગ ગુપ્તાને અગાઉની ચૂંટણીઓમાં ચૂંટણી સંબંધિત ગેરરીતિના ઇતિહાસને કારણે કાર્યકારી DGPના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.઼

  1. ઉત્તરાખંડમાં ગોઝારો અકસ્માત : 36 લોકોના કરુણ મોત, સીએમ ધામીએ સહાયની જાહેરાત કરી
  2. છત્તીસગઢમાં નક્સલી હુમલો : બે ઘાયલ જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા

ABOUT THE AUTHOR

...view details