મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની ઓફર કરી છે. બુધવારે મુંબઈમાં મીડિયાને સંબોધતા, ફડણવીસે કહ્યું કે તેઓ બીજેપી હાઈકમાન્ડને તેમને સરકારી પદ પરથી મુક્ત કરવા વિનંતી કરશે જેથી કરીને તેઓ આ વર્ષના અંતમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ભાજપના નેતાએ એ પણ સ્વીકાર્યુ કે મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે સંકલનની સમસ્યાઓ છે.
તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં ભાજપની હારની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. કેટલીક જગ્યાએ તેનો અભાવ હતો અને તે મારી ભૂલ છે. ફડણવીસે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ખામીઓને દૂર કરવા માટે હું પાર્ટીના ટોચના નેતાઓને વિનંતી કરું છું કે મને સરકારી પદ પરથી મુક્ત કરો.