ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્લીમાં રેકોર્ડ તોડ ગરમી, લોકો ટાળે છે ઘરથી બહાર નીકળવાનું - delhi temperature broke all records - DELHI TEMPERATURE BROKE ALL RECORDS

દિલ્હીમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. અને તેના કારણે લોકો ગરમીથી ત્રાસી ગયા છે. આ દરમિયાન બુધવારે બપોરે દિલ્હીના મુંગેશપુર ગામમાં 52.9 તાપમાન નોંધાયું હતું. જેના કારણે અહીં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કેવી હતી દિલ્લીની ગરમી જાણવા માટે વંચો આ અહેવાલ. delhi temperature broke all records

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 6:19 PM IST

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં તાપમાન વધીને 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. આ બાબતે હવામાન વિભાગના જણાવ્યું છે કે, આગામી દિવસોમાં લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. આવી જ સ્થિતિ દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં છે, જ્યાં બુધવારે તાપમાન 52.9 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ સ્તરે નોંધાયું હતું.

દિલ્લીના લોકો ત્રાસ્યાં ગરમીથી: જો આપણે મુંગેશપુરની વાત કરીએ તો મંગળવારે અહીંનું તાપમાન 49 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જ્યારે બુધવારે તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયેલો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, દિલ્હીમાં આ અત્યાર સુધીનું સૌથી વધુ નોંધાયેલું તાપમાન હતું. મુંગેશપુરના લોકો ગરમીથી બચવા ભાગ્યે જ ઘરની બહાર નીકળતા હોય છે. તેઓ સવારે 7 વાગ્યા સુધી તો ઘરે પણ પોહચી જતાં હોય છે, જેથી તેઓ ગરમીથી બચી શકે. જો કોઈ ખૂબ મહત્વપૂર્ણ કામ હોય ત્યારે જ બહાર નીકળે છે અને એ પણ પૂરી સાવધાની સાથે.

બુધવારે બપોરે દિલ્હીના મુંગેશપુર ગામમાં 52.9 તાપમાન નોંધાયું (Etv Bharat)

બને તેટલું પીણાંનું સેવન કરવું: આ ઉપરાંત મુંગેશપુરમાં લોકો સખત ગરમીથી બચવા વધુને વધુ પાણી પી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ કાળઝાળ ગરમીથી બચવા માટે પીવાનું પાણી જ એકમાત્ર મદદરૂપ બની રહે છે. આ વિશે નિષ્ણાતો એમ પણ કહે છે કે, લોકોએ ખૂબ મહત્વપૂર્ણ એવી બાબતોમાં જ બહાર જવું જોઈએ અને બને તેટલું પીણાંનું સેવન કરવું જોઈએ. કોઈપણ સંજોગોમાં શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી જોઈએ.

ગરમીનો સમય રાહતરૂપ બને છે કે આફત: નોંધનીય છે કે આકરી ગરમી દિલ્હીમાં તબાહી મચાવી રહી છે, જ્યાં તે દરરોજના રેકોર્ડ નોંધાવી રહી છે. આવી સ્થિતિમાં દિલ્હીના મુંગેશપુરના લોકો માટે આ ગરમી કોઈ પડકારથી ઓછી નથી. આથી એ જોવું રહ્યું કે, આવનારા ગરમીનો સમય આ લોકો માટે રાહતરૂપ બને છે કે આફત.

  1. હિંદ મહાસાગરનું ઉષ્ણતામાન - શું આપણે કોઈ ટિપીંગ પોઈન્ટની નજીક આવી રહ્યા છીએ? - alarming view for the world
  2. લોકપ્રિયતાની લડાઈમાં કોણ આગળ છે રાહુલ ગાંધી કે પીએમ મોદી? જાણો - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details