દલિત વિદ્યાર્થી સાથે મારપીટનો મામલો સંભલ: પ્રજાસત્તાક દિન નિમિત્તે ભાષણના અંતે જય ભીમ જય ભારત બોલવું ધોરણ 12માં ભણતા દલિત વિદ્યાને ભારે પડી ગયું. કોલેજના એક વિદ્યાર્થીએ તેના અન્ય સાથી વિદ્યાર્થી સાથે મળીને આ દલિત વિદ્યાર્થીને નિર્દયતાથી ઢોર માર માર્યાનો આરોપ છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ આ પ્રકારે ભાષણ આપશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી પર હુમલાની ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ ચોકી પર હોબાળો મચાવ્યો હતો. આ મામલે પોલીસે વિદ્યાર્થીની ફરિયાદના આધારે બે વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દલિત વિદ્યાર્થી સાથે મારપીટનો મામલો શું છે સમગ્ર મામલો: દલિત વિદ્યાર્થી પર હુમલાની આ સમગ્ર ઘટના બનિયાઠેર પોલીસ સ્ટેશનના નરૌલી શહેરની છે. તે જ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ સરાય સિકંદરનો રહેવાસી કિશોર નરોલીની ઇન્ટર કોલેજમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. શુક્રવારે ગણતંત્ર દિવસ નિમિત્તે આ વિદ્યાર્થી કોલેજમાં ભાષણ આપી રહ્યો હતો. વિદ્યાર્થીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઈઆર મુજબ, ભાષણના અંતે તેણે જય ભીમ જય ભારત કહ્યું હતું. જેને લઈને કોલેજના બે વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા. આરોપ છે કે કાર્યક્રમ પૂરો થયા બાદ કોલેજના બંને વિદ્યાર્થીઓએ દલિત વિદ્યાર્થીને પકડી લીધો અને તેની સાથે મારપીટ કરી અને ગેરશબ્દો કહ્યાં.
દલિત વિદ્યાર્થી સાથે મારપીટ: જ્યારે દલિત વિદ્યાર્થીએ વિરોધ કર્યો તો બંને વિદ્યાર્થીઓએ તેને પકડીને બેફામ માર માર્યો હતો. આરોપ છે કે બંને વિદ્યાર્થીઓએ દલિત વિદ્યાર્થી માટે જાતિ આધારિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને ભવિષ્યમાં ભાષણ આપશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતાં બંને આરોપી વિદ્યાર્થીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
મારપીટ કરનારા બે વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ: દલિત વિદ્યાર્થી સાથે મારપીટથી ગુસ્સે ભરાયેલા લોકો નરૌલી પોલીસ ચોકી પહોંચ્યા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની માંગ કરી. આ મામલામાં ચંદૌસી પોલીસ વિસ્તારના અધિકારી ડૉ. પ્રદીપ કુમારે જણાવ્યું કે, કોલેજમાં કાર્યક્રમ પૂરો થયા બાદ ત્રણ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ સંદર્ભે દલિત વિદ્યાર્થી દ્વારા બે વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
- Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં સરહદ પાર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ
- Triple talaq case in delhi: દિલ્હીમાં ત્રિપલ તલ્લાકની બે ઘટના આવી સામે, બંને કેસમાં પત્નીઓએ દાખલ કરાવી ફરિયાદ