ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુતેલા પુત્ર, વહુ અને પૌત્રની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું, પિતાની ધરપકડ... ઘટના CCTVમાં કેદ - Murder Attempt In Jodhpur - MURDER ATTEMPT IN JODHPUR

રાજસ્થાનના જોધપુરમાં એક પિતાએ ઘરના વિવાદને લઈને પુત્ર, વહુ અને પૌત્રની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ આ ત્રણેય પર પેટ્રોલ નાંખીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહોતો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સુતેલા પુત્ર, વહુ અને પૌત્રની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું, પિતાની ધરપકડ
સુતેલા પુત્ર, વહુ અને પૌત્રની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું, પિતાની ધરપકડ (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 3:53 PM IST

રાજસ્થાન :જોધપુર શહેરના અંતરિયાળ વિસ્તારમાં મકાનના કબજાના વિવાદ વચ્ચે એક પિતાએ ઘરમાં સૂઈ રહેલા પુત્ર, પુત્રવધૂ અને પૌત્રને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે પિતા આગ લગાવે તે પહેલા પુત્ર જાગી ગયો અને પિતા પર હુમલો કર્યો, આ દરમિયાન પૌત્ર પણ આવી પહોંચ્યો અને દાદાને પકડી લેતા આ મોટી ઘટના બનતી અટકાવી હતી. સહેજ વિલંબ પણ મોટી દુર્ઘટનામાં પરિણમી શક્યો હોત. આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે.

પિતાએ પુત્ર પર પેટ્રોલ છાંટ્યું :સદર બજાર કોતવાલીના સબ ઈન્સ્પેક્ટર પુખરાજના જણાવ્યા અનુસાર મકરાના મૂળ નિવાસી નેનારામ પ્રજાપત અને તેમના પુત્ર રાકેશ વચ્ચે ઘરની માલિકી હક્કને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગુરુવારે મોડી રાત્રે રાકેશ તેની પત્ની અને પુત્ર રિતિક સાથે ઘરના બીજા માળે સૂતો હતો. ત્યારે નેનારામ કેરબામાં પેટ્રોલ ભરીને આવ્યો અને સૂતેલા પરિવાર પર પેટ્રોલ રેડ્યું હતું. આથી ત્રણેય જાગી ગયા.

રાજસ્થાન :બીજી તરફ નૈનારામ માચીસની સ્ટિક વડે આગ લગાવવા જતો હતો. આ દરમિયાન રાકેશે તેના પિતાને પકડવા માટે હુમલો કર્યો. જ્યારે તે ભાગવા લાગ્યો તો રાકેશના બીજા પુત્ર પ્રિન્સે તેના દાદાને પકડી લીધા. આ અંગે રાકેશની પત્નીએ શનિવારે તેના સસરા સામે જીવલેણ હુમલો કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી શનિવારે રાત્રે 75 વર્ષીય નેનારામની ધરપકડ કરી હતી.

દાદાને પેટ્રોલ લાવતા જોઈ ગયો પૌત્ર :રાકેશ પ્રજાપતનો મોટો પુત્ર પ્રિન્સ મોડી રાત્રે ઘરની બહાર ફરતો હતો. પ્રિન્સે જોયું કે દાદા તેમના મોપેડ પર એક ગેલન પેટ્રોલ લઈને જતા હતા. તેણે દાદાનો પીછો કરવા લાગ્યો. નેનારામ સીધા ઘરના બીજા માળે ગયા અને ત્યાં સૂતેલા રાકેશ સહિત ત્રણ સભ્યો પર તમામ પેટ્રોલ ઠાલવી દીધું હતું.

માતાએ પુત્રને ઘર આપ્યું, પિતા નારાજ :પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જે મકાન અંગે વિવાદ ચાલી રહ્યો છે તે ઘર નેનારામની પત્નીના નામે હતું. જેમણે આ ઘર પોતાના પુત્ર રાકેશને બક્ષિસ નામા હેઠળ આપ્યું હતું. જેના કારણે નેનારામ નારાજ હતા. નેનારામ પોતે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, પરંતુ તે રાકેશ અને તેના પરિવારને કોઈપણ ભોગે ઘરની બહાર કાઢવા માંગતા હતા. આથી તેણે પેટ્રોલ નાખીને બધાને મારી નાખવાની યોજના બનાવી.

  1. રાજસ્થાન કોલિહાન માઈન એક્સિડેન્ટ અપડેટ્સઃ 14 લોકોને સુરક્ષિત બહાર કઢાયા
  2. રાજસ્થાનમાં પત્નીએ પતિ સામે કર્યો ટ્રિપલ તલાકનો કેસ - Triple Talaq

ABOUT THE AUTHOR

...view details