હૈદરાબાદ: પેન્શન યોજના આ શબ્દોથી ભારતના મોટાભાગના વ્યક્તિઓ પરિચિત હશે. ભારતમાં પેન્શન યોજના શરૂઆતમાં સરકારી નોકરી ધરાવતા કારમચારીઓને આપવામાં આવતી હતી. જોકે હાલ આ યોજના બંધ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2004 નિમણૂક કરાયેલ તમામ સરકારી કર્મચારીઓને આ યોજના લાગુ પડતી હતી, પરંતુ અમુક રાજ્યોમાં હજુ પણ પેન્શન યોજના લાગુ છે.
પેન્શન યોજના માટે થયા આંદોલનો:આ મુદ્દે સરકારી કર્મચારીઓ દ્વારા યોજના ફરી લાગુ કરવા માટે ઘણી વાર આંદોલનો થયા છે. આંદોલન દરમિયાન તમામ કર્મચારીઓની એક જ માંગ હોય છે કે, જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવામાં આવે. સમજવા જેવી વાત એ છે કે, હાલમાં સરકારી નોકરી મળવી એ ખુબ અઘરૂ કામ બની ગયુ છે. તેવામાં અથાગ મહેનત કરી, રાત દિવસ એક કરી વ્યક્તિ સરકારી નોકરી મેળવતો હોય છે. પોતાના જીવનનો મોટાભાગનો સમય તે સરકારને આપે છે. પરંતુ નિવૃત્ત થયા બાદ સરકાર જ તેની જવાબદારી લેવા માટે સક્ષમ ન હોય તેમ આ સરકારે કર્મચારીઓનુ પેન્શન બંધ કરી પોતાની નિષ્ફળતા દર્શાવી છે. મહત્વનુ છે, કે આ અંગે ઘણીવાર સરકાર દ્વારા કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ હંમેશાની જેમ કોઈ ચોક્કસ નિષ્કર્ષ નીકળ્યો નથી.
નવી યોજના અમલમાં લાવવાનો પ્રસ્તાવ:ઉગ્ર બનતા આ મામલે, વર્ષ 2023 માં સોમનાથન કમિટી ગોઠવવામાં આવી હતી. જો કે નાણા સચિવ સોમનાથને જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવાની દલીલને નકારી કાઢી હતી. પરંતુ તેમાં થોડાક સુધારા વધારા કરી નવી યોજના અમલમાં લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
શું કહ્યું નિર્મલા સિતરામણે બજેટમાં: હાલમાં 22 જુલાઇથી કેન્દ્ર સરકાર દ્વાર બજેટ-2024 સત્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સત્રના બીજા દિવસે એટલે કે, 23 જુલાઇ, મંગળવારે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે બજેટ સંમેલન દરમિયાન આશ્વાસન આપતા જણાવ્યુ છે કે, પેન્શન માટે નવા ઠરાવ પસાર કરતી વખતે પેન્શનને લગતા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવા ઠરાવ પસાર કરવામાં આવશે. જોકે, અહી નોંધનીય બાબત એ કે, છે આ નિવેદન બાદ એટલુ નિષ્કર્ષ નીકળે છે કે, જો પેન્શન યોજનામાં કોઈ ફેરફાર થશે તો જૂની પેન્શન યોજના (OPS)ની જગ્યાએ નવી પેન્શન યોજના (NPS) લાગુ કરવામાં આવશે. પણ આ યોજના લાગુ થશે કે નઈ તે તો હવે આ સરકાર જ જાણે.